________________ 340 હું આત્મા છું જીવમાં જાણવાની શક્તિ તે પડી જ છે. જાણવું એ આત્માને સ્વભાવ છે. તેથી ઈદ્રિયાદિનાં સાધનો વડે જાણ્યા કરતે હેય પણ એ જ્ઞાન રાગ-દ્વેષનાં નિમિત્ત રૂપ બની, સંસાર વધારનાર જ, આજ સુધી બન્યું છે. જીવ જે કંઈ જાણે, તેમાં સારા-નરસાને આરેપ કરે, તેથી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તે સહજ છે. રાગ-દ્વેષ સંસારનું કારણ છે તેથી જ્ઞાન. કરીને જીવે સંસાર જ વધાર્યો. પણ જીવ જ્યારે સ્વસમ્મુખ થાય છે, નિજને અનુભવે છે, એટલે કે સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે ત્યારે અંદરમાં એક કાન્તિ ઘટિત થાય છે. અનાદિકાળથી જે જ્ઞાને માત્ર સંસારનું ભ્રમણ કરાવ્યું હતું તેની પોતાની દિશા બદલાતાં, માત્ર એક સમયમાં તે સંસારનાશના હેતુરૂપ બની જાય છે. આજ સુધી જે ભાવનું પિષણ કર્યું હતું તેને એક ઝાટકે છેદી નાખે છે. આ છે સમ્યગ્રદર્શનનું અપૂર્વ બળ. આવા મહિમામય સમ્યગ્રદર્શનની વિશેષતા વધુ બતાવતાં શ્રીમદ્જી કહે છે - સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે કે હું જીવને મોક્ષે પહોચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું. અને તે પણ તે જ કાર્ય કરી શકે છે? તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યુનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તેને પામવામાં મારી જરૂર રહે છે. અહીં સમ્યગદર્શન જ જીવની વિકાસ અવસ્થાનું અતિ મૂલ્યવાન પ્રથમ ચરણ છે તે બતાવ્યું. સમ્યગદર્શન પછી જ ધર્મની શરૂઆત થાય છે. મોક્ષે જવા માટે જે પુરુષાર્થ કરવાનું છે તે જ્યાં સુધી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અંતરમાંથી ઉપડતા નથી. તેથી સમ્યગુદર્શન જ મોક્ષે પહોંચાડનાર મૂળભૂત કારણ છે. વળી કેવળજ્ઞાન થયા પહેલાં કોઈ જીવ મોક્ષ પામતું નથી તેથી કેવળજ્ઞાન પણ મેક્ષનું કારણ છે. છતાં અહીં સમ્યગ્ગદર્શન કહે છે કે હું ન હોઉં તે તું આવી શકે જ નહીં એટલે પહેલું મહત્વ મારું જ છે. અહીં આપણે સમ્યગ્ગદર્શન અને કેવળજ્ઞાનને ભેદ સમજીએ.