________________ 338 હું આત્મા છું સુ-વિચારણા પ્રગટ થવાથી શું થાય તે શ્રીમદ્જી બતાવે છે - જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણુ....૪૧... સુ - વિચારણા જાગૃત થવાથી, પરિણામ સ્વરૂપ નિજનું જ્ઞાન થાય છે. પિોતે પિતાને જાણે છે, પોતે પિતાને અનુભવે છે. આ અનુભવ, આ ઓળખાણ અંતરથી થાય છે, બહારથી નહીં. આત્માની ઓળખાણ અને એ સિવાયના સંસારના સમસ્ત પદાર્થોની ઓળખાણ, આ બન્નેમાં બહુ મોટું અંતર છે. બહારના પદાર્થો, વ્યક્તિઓ કે સ્થાને વિષેની ઓળખાણ બૌદ્ધિક સ્તરે થાય છે. કેઈ એક વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ તો તેનું નામ, ઠામ, જ્ઞાતિ, વ્યાપાર, તેના અન્ય સાથેના સંબંધોથી ઓળખીએ છીએ. એથી આગળ વધીને તેનું સામાજિક સ્થાન શું છે એ ખબર હોય. વળી એ કદાચ કંઈક વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય તો એ પણ જાણતા હોઈ એ. પણ આ બધી જ ઓળખાણ આપણી બુદ્ધિ દ્વારા થયેલી છે. વળી કેઈ સાથે નેહ-સંબંધ હોય, પ્રેમભાવથી એની સાથે જોડાયેલા હોય તો એ ઓળખાણ હૃદય સુધી પહોંચે. હૃદયથી હૃદયને ઓળખતા હેઈએ. આપણી લાગણીઓ સાથે જોડાયેલો એ તંતુ હૃદયનાં સુખ-દુઃખને અનુભવ કરાવે. આ બધું જ હવા પછી પણ તેમાં આત્મિક અનુભવ નથી થતો. બૌદ્ધિક કે હૃદયના સ્તર સુધી પહોંચેલી ઓળખાણનાં સંવેદનો એટલાં ઊંડાં નથી હતાં, જેટલા આત્મ–અનુભવનાં હોય. આત્માને અનુભવવા માટે દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, હૃદય બધાથી પર થઈને આત્માના ઊંડામાં ઊંડા સ્તરને સ્પર્શ કરવાનો છે. આ સ્પર્શ થાય ત્યારે જ નિજનું જ્ઞાન થાય છે. તેમજ દેહ અને ઈદ્રિયના સ્તરે થતા અનુભવોને આપણે અનુભવ્યા છે. બાહ્ય સુખ - દુઃખનું વેદન કર્યું છે. પણ આત્માનો અનુભવ તે એ છે કે જે અનુભવ્યા પછી એક પ્રકારની તૃપ્તિ અને ચિરકાળની પ્રસન્નતા