________________ 322 હું આત્મા છું પણ અહીં તે શ્રીમદ્જી કહે છે–ભવ-ભવના ભ્રમણને સમજેલે જીવ ત્યાં-ત્યાં જઈ આત્માના આનંદને ગુમાવવાનું દુઃખ જેણે વેવું છે, તે જીવ તે અંતરના ઉંડાણમાંથી ઈચ્છે છે કે હવે તે સુગતિ પણ ન જોઈએ અને દુર્ગતિ પણ ન જોઈએ. રખડી-રખડીને બહુ થાકી ગયો છું. બસ હવે તે મારા પિતાના ઘરમાં જઈને ચિરકાળ સુધી વાસ કરે છે એટલે જ ગુરુદેવનું શરણ લીધું છે. ગુરુદેવ પણ કહે છે - લે કે ધમકી નાવ તેરે ઘર તું ચલા જા... હવે આડું-અવળું કયાંય ભટકવું નથી. આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપની સંપૂર્ણ દશા રૂપ મેક્ષ એ જ મારું ઘર. ત્યાં પહોંચી અનંત વિશ્રામ પામવો છે. આમ આત્માથી જીવને સંસારના ભ્રમણ વિષે પૂર્ણ ઉદાસીનતા હોય. સંસાર ન જોઈ હોય તે સંસારનાં કારણે પણ ન જોઈતા હોય. તે વિષે પણ પૂર્ણ ઉદાસીનતા વતે અને જ્યારે આવે. નિર્વેદ જીવને પ્રગટે, વૈરાગ્ય ભાવ જાગૃત થાય ત્યારે જ આત્માને અનુભવી શકાય. કવિવર બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કહે સુગુરૂ જે સમકિતી પરમ ઉદાસી હેઈ સુથર ચિત્ત અનુભ કરે પ્રભુ પદ પરસ એઈ.. 2 સદ્દગુરુ કહે છે કે જે સમ્યગૃષ્ટિ જીવ, સંસાર-ભાવથી અત્યંત ઉદાસીન થઈ, મનને ખૂબ જ સ્થિર કરી આત્મ–અનુભવ કરે છે, તે જ પરમાત્મ પદને સ્પર્શે છે. જેને સંસ્કૃતિનાં પયપાન જેણે કર્યા છે, તેવા પ્રત્યેક આત્માને જન્મ મરણ રૂપ સંસાર જ ખેદનું કારણ બને છે. ગજસુકુમારને વૈરાગ્ય જાગ્યે, અંતર નિર્વેદથી ભરાઈ ગયું. સંસારની અસારતા પ્રતિભાસી અને માતાને સંયમ ગ્રહણની આજ્ઞા માટે વિનવે છે. માતૃહદય અસીમ વાત્સલ્યથી રડી તે ઉઠે છે પણ શ્રેયને માર્ગ જાણી, કુંવરને આજ્ઞા આપે છે. સાથે સાથે એ શિખામણ આપે છે કે બેટા! મને તે રડાવી, પણ હવે ભવિષ્યમાં