SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 320 હું આત્મા છું અભિલાષાની આગ માનવના પટ જેવી છે. પેટમાં ગમે તેટલું અન્ન પધરાવે, તે તૃપ્ત થતું જ નથી. બે-ચાર કલાકમાં ખાલી થતું પેટ ફરી માગે જ છે. કેઈ એ ઉપાય નથી કે એક વાર પેટ ભરી લીધું કે ફરી એ કદી માગે નહીં. અરે ! જરા વિચારે તે ખરા ! આજ સુધીમાં કેટલું ખાધું ? છે ગણતરી ? આપણે કરીએ જરા ગણતરી! માને કે તમે રેજની ચાર રોટલી ખાવ છે. તે એક મહિને 120 થઈ એક વર્ષની 1440 અને તમારી જેટલી ઉમર થઈ તેની સાથે ગુણાકાર કરીને જુઓ ! પચાસ વર્ષ તમને થયાં તે 72,000 રોટલી, સાંઈઠ થયાં તે 86,400 અને સીત્તોર થયાં તે 1,00,800 આ પેટમાં કેટલું નાખ્યું અને એ સિવાયના બીજા પદાર્થો કેટલા ? ગંજના ગંજ ખડક્યા, છતાં તૃપ્ત ન થયું પેટ ! એટલું જ નહીં આ જીવનમાં પાંચ ઈદ્રિયથી ભગવાય એટલાં વિષયે ભેગવી લીધા. છતાં હજુ જાણે કાંઈ નથી ભગવ્યું તેમ કરી ને કેરા. તૃપ્તિને ઓડકાર આવતું નથી. આ છે અનંત અભિલાષાઓની જાળ. જ્યાં સુધી આવી અભિલાષાઓ પડી છે ત્યાં સુધી આત્માર્થ ઉગતે જ નથી. મતાર્થતા દૂર જતી નથી માટે જ શ્રીમદ્જીએ કહ્યું તારી ઈચ્છા અને અભિલાષાઓના ભાવને અંતરમાંથી ઉખેડીને ફેંકી દે, તો જ તારા ભાવને વેગ; જે અવળી દિશામાં વહી રહયો છે તે સવળી દિશામાં વહેવા માંડશે, તે જ સંવેગ જાગશે. ભગવૃત્તિ પર કાબૂ આવે તે જ ઈચ્છાઓ મરે, અન્યથા નહીં. પણ અજ્ઞાનમાં રાચતો જીવ ભેગેને છેડત ન હોય છતાં થોડી ભક્તિ કે જપ કરતાં શીખી જાય કે પિતાની જાતને આત્માથી કહેવડાવવા માંડે. - આજે જે જાતને વાયરે વાવે છે, એ વાયરામાં આત્માથી કહેવાતે માનવ પણ જે તણાત હોય તે તેને આત્માથીં માને શી રીતે ? જેમ કે આજે શ્રીમંત કુટુંબેની વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. એક જણ જેટલે ધનને દેખાડો કરી શકે, બીજાને એનાથી વધુ કરવો હેય. સાંભળ્યું છે કે શ્રીમંત કુટુંબની બહેને લગ્નમાં 10-15 હજાર રૂપિયાની સાડીઓ પહેરતી હોય અને એક લગ્નમાં આવી મોંઘી
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy