________________ શોધે સદ્ગુરુ યોગ 315 આત્મા સંસ્કારિત થ હોય, તે એ સંસ્કાર બીજા જન્મમાં સાથે આવે અને ત્યાં જઈને પણ ઉત્તમ આરાધનાના ગ, અ૫ પ્રયાસે અથવા વગર પ્રયાસે મળી જાય. જેમ શ્રીમદ્ રાજચંદ્રજીને અને રમણ મહર્ષિને મળ્યા તેમ! તેથી જ આ ગાથાનાં અંતિમ બે ચરણમાં કહે છે કે આત્માથી સાધક સદગુરુની શોધ આત્માર્થ માટે જ કરે છે. તેને બીજે કેઈમનરેગ નથી. બંધુઓ ! તનના રેગે તે જલદી જણાય. પિતે પણ શું દર્દ છે તે સમજી શકે અને અન્યને પણ ખબર પડે. શરીરમાં તાવ આવ્યો હોય તે વગર કહયે પિતે સમજે કે મને તાવ છે, અને બીજા હાથ અડાડે તે એ પણ સમજી જાય ! તેના ઉપચારે પણ જલદી થાય. પરંતુ મનના રેગ તે એવા છે કે ન પોતે સમજી શકે, ન સમજાવી શકે, ન કહી શકે, ન સહી શકે ! અહીં શ્રીમદ્જી કહે છે-ના, આત્માથી મનથી તદ્દન સાફ છે. મનને કઈ રોગ નથી. માત્ર આત્માની બહિરાત્મ દશા એવા જીવથી સહેવાતી નથી. તેથી બાહ્ય ભાવના અંશ, આત્માના કેઈ ખૂણે પડયા હોય તે ત્યાંથી કાઢવા માટે સદ્ગુરુની તાતી આવશ્યક્તા છે. ગુરુ મેળવીને, તેમને સેવીને, જગતના માન, પ્રતિષ્ઠા કે કીતિ રૂપ મનના રોગોને પોષવા નથી. ખરેખર આત્માથી જીવ આ બધી ચીને રેગ રૂપ જ માને છે. બંધુઓ ! એક નાને ત્રણ ચાર વર્ષને બાળક હોય કે મેટ માણસ હોય પણ શરીરમાં આવેલ બિમારીને જલ્દી દૂર કરવા જ સી ઇછે. એ વધે તે સારું એમ કેઈ ન ઈચછે. અને તેના માટે ત્વરિત ઉપાયે આદરે. આત્માથીને જગતનાં માન, પ્રતિષ્ઠા, કીતિ સર્વ રોગ રૂપ જ ભાસે છે. તે જલ્દી દૂર થાય તેના પ્રયાસમાં જ હોય. તેને તે એ બધાં પુદ્ગલના ખેલ છે એમ જ લાગતું હોય. આનંદઘનજી મહારાજ કહે છેકબીક કાજી, કબહીક પાજી, બહીક હુઆ અપભ્રાજી કબહીક જગમેં કીતિ ગાજી, સબ પુદગલકી બાજી આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમેં રહેના...આપ