SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ એક હોય ત્રણ કાળમાં 309 વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ સાંભળી આદરી કાંઈ રા.........ધાર. જિનેશ્વરની આજ્ઞા અનુસાર બાહ્ય ચારિત્ર રૂપ વ્યવહાર થાય તે જિન વચનની સાપેક્ષતા હેવાના કારણે એ નિજ પદને પામી શકે. પણ જે જિનવચનેની નિરપેક્ષતા એટલે કે જિનવાણુના અનાદર સહિત, ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ માત્ર થતી હોય, તે તેનું ફળ સંસાર સિવાય બીજું કાંઈ ન હોય. આનંદઘનજી મહારાજને એવા જીવો પર કરૂણા આવે છે તેથી કહે છે. એવા નિરપેક્ષ વ્યવહારને, અજ્ઞાની અને પાસેથી સાંભળી, તેમાં શા માટે રાચો છે? તે સુ-ફળ આપનાર નથી. અર્થાત્ જે વ્યવહાર આત્મતત્વને પ્રાપ્ત ન કરાવતા હોય, આત્માનુભવના હેતુભૂત ન બનતો હોય, તે વ્યવહાર જૂઠે અને તેનું ફળ માત્ર સંસાર. માટે જ જે વ્યવહાર પરમાર્થના પંથને પ્રશસ્ત કરે, એ પંથને વિપ્નો રહિત બનાવે તે જ વ્યવહાર જ્ઞાનીઓની દષ્ટિએ સંમત છે, તે જ અનુકરણીય છે. આવા ભાવેની શ્રદ્ધા સાથે, નિશ્ચયના લક્ષ્ય વ્યવહારમાં રમતે આત્માથી જીવ, શાની શોધમાં હોય તે અવસરે કહેવાશે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy