________________ 308 આત્મા છું ભયમાં જીવતા હોય. જેનું સમક્તિ ટકે વાગે ને નંદવાઈ જાય તેવું તકલાદી હોય, તેને શામાં ગણવા? આવું કરનારા માર્ગ ભૂલ્યા છે. રાગ-દ્વેષને મંદ કરી શકયા નથી. બીજાની સાથે તુલના કરીને જ પિતાને મહાન કહેવડાવી શકે. પણ પિતામાં એવું પિતાપણું પ્રગટ થયું નથી હોતું કે પિતાની શ્રેષ્ઠતા સાબિત કરવા બીજા કશાયની જરૂર ન પડે ! બંધુઓ! જે જે સમજીને વ્યવહારમાં પ્રવૃત્ત હોય તેની દશા જ બદલાઈ ચૂકી હોય, તે કેવડા જેવો હોય. એક ખૂણામાં પડ્યો હોય તે પણ તેની સુગંધ ચારે બાજુ પ્રસરતી હોય. તેને મંદ થયેલ વિભાવ અને સ્વભાવ સન્મુખ થયેલી દશા, તેની શ્રેષ્ઠતાની ચાડી ખાતી હોય. | માટે જ સર્વજ્ઞએ પ્રરૂપેલ સ્યાદ્વાદ સિદ્ધાંતને સમજી, નિશ્ચય નયના લક્ષ્ય વ્યવહાર કરતા હોય અને એ વ્યવહાર તેનામાં આત્મદશાની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવામાં સહાયભૂત થતા હોય તે જ સાચે, અન્યથા છે. ખેટો જ નહીં પણ એ વ્યવહાર કરનાર, ન તે શુદ્ધ વ્યવહાર કરી શકે અને ન તે નિશ્ચયને પહોંચી શકે માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું धम्मज्जियं च ववहार, बुद्धेहि आयरियौं सया / तमायरन्तो ववहार, गरह नाभिगच्छई॥ 142 પ્રબુદ્ધ સાધક શુદ્ધ ધર્મના લક્ષ્ય વ્યવહાર આચરે, તેવા વ્યવહારને આચરનારે, નિંદાને પાત્ર થતો નથી. વ્યવહાર, માત્ર વ્યવહાર માટે નથી હોતો પણ નિશ્ચય સાપેક્ષ હવે જોઈએ. કેટલાક અજ્ઞ છે એમ સમજતા હોય કે ત્યાગ-તપ-પૂજા-ભક્તિ કરી લીધાં એટલે ધમ થઈ ગયે. અને આપણને આનાથી મોક્ષ મળી જશે. પણ શ્રીમદ્જી પહેલાં જ કહી ગયા. “અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” બાહ્યાચારને જ સર્વસ્વ સમજનારે ભૂલમાં છે. તે આત્માને પામી શકતા નથી. તેથી જ આનંદઘનજી મહારાજ પણ કહે છે - વચન નિરપેક્ષ વ્યવહાર જઠે કહો વચન સાપેક્ષ વ્યવહાર સાચો