________________ 298 હું આત્મા છું આત્માના સર્વ મૌલિક ગુણોનું પ્રાગટય પ્રત્યક્ષ અનુભવમાં વતે છે તેવા સર્વજ્ઞ, સર્વદશી પ્રભુ એ જ પરમાત્મા. આ છે જીવની ચરમ અને પરમ અવસ્થા. અનાદિથી આ જીવ બહિરાત્મભાવમાં જ પડ્યો છે, પણ તેનું ચરમ દયેય છે પરમાત્મભાવ. ત્યાં પહોંચવા માટે સેતુ છે અંતરાત્મભાવ. અંતરાત્મભાવની દશાને. અનુભવ લીધા વિના પરમાત્મદશાની પ્રાપ્તિ અસંભવ છે. વળી અંતરાત્મદશા એ જ પુરુષાર્થદશા છે. સ્વને પુરુષાર્થ પ્રગટ ન હોય ત્યાં સુધી અન્ય વિકલ્પની સંભાવના પણ છે. તેથી જ આત્માથી જીવને. અંતરાત્મદશાને પામેલા મહાન સમર્થ સાધક જ સદ્ગુરુ રૂપે જોઈએ.. એ ન મળે તે પુરુષાર્થમાર્ગની પ્રેરણા પ્રાપ્ત થાય નહીં. તેથી જ આત્માથીની ગુરુ-વિષયક શ્રદ્ધા, આવા મુનિમાં જ હોય. અને તેઓનાં ચરણ-શરણમાં અર્પણતાપૂર્વક વર્ચી જાય. પણ તે કદાગ્રહી ન હોય. સત્યને આગ્રહ તે સર્વ જેને હવે જરૂરી છે પણ જ્યાં અસત્યાગ્રહ આવ્યું કે જીવની પતન-દશાને પ્રારંભ થાય છે. માટે જ શ્રીમદ્જી કહે છે કે આત્માથી જીવ ખોટી પકડ રાખી, કુળ-પરંપરાના ગુરુને જ ગુરુ માનીને તેમાં પોતાના મમત્વને પોષતો ન રહે. હાં, એ. ગુરુ પણ મુનિદશામાં વર્તતા હોય તે એને માને. પણ મારી પરંપરાને નહીં છોડું એ કદાગ્ર આત્માથીને ન હોય. કારણ આત્માથી ગુણપૂજક હોય, વ્યક્તિપૂજક ન હોય. જેને મુનિદશા પ્રગટી છે એ જ આત્મજ્ઞાની છે એમ શા માટે કહ્યું ? આપણું પરંપરામાં મુનિને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું છે. તેમાં પ્રથમ મહાવ્રત અહિંસાના પાલનનું. તેમાં ઈર્યા ભાવના કહી અને સમિતિઓમાં પહેલી ઈરિયા સમિતિ કહી જે ચાલતાં શીખવે છે. મુનિ માટે પ્રભુએ આજ્ઞા કરી કે એ જયારે ચાલે ત્યારે નીચું જોઈને, ઘેસર પ્રમાણે દષ્ટિ રાખીને ચાલે. રસ્તે ચાલતાં કઈ પણ જીવ, એકેદ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીને પગ તળે આવી ન જાય, તેની વિરાધના ન થાય, તેની રક્ષા માટે સતત ઉપયેગવંત રહે.