SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ 286 હું આત્મા છું વર્તમાનમાં પણ હજુ એનું એ જ કરે છે. સ ને વેગ, સત્સંગ વગેરે નિમિત્તે મળ્યા પછી પણ ફરી એ જ ભૂલ આચરી રહયો છે. તેથીજ આત્મલક્ષ્ય જાગૃત થયું નથી. શ્રીમદ્જી એટલા માટે જ મતાથીનાં લક્ષણે બતાવી રહ્યા છે કે જીવ કયાં - કયાં ભૂલ્યા છે? શરૂઆતની ત્રીજી ગાથામાં બે પ્રકારના જ બતાવ્યા હતા. 1 જડ કિયાવાદી 2. શુષ્કજ્ઞાનવાદી. તેમાં અસદુગુરુને સદ્ગુરુ માનવા, કુળ - ગુરુનું મમત્વ, સદ્દગુરુના વેગમાં વિમુખતા, જિનેશ્વરના બાહ્ય રૂપમાં તેઓના સ્વરૂપની કલ્પના, દેવાદિ ગતિભંગને કૃતજ્ઞાન માનવું, પિતાના માનેલ મત - વેષથી જ મુક્તિને આગ્રહ, આ બધી જડ કિયાવાદીઓની ભૂલે, તથા માત્ર વાણીથી નિશ્ચયનયનું અવલંબન, સદ્વ્યવહારને ત્યાગ, જ્ઞાનદશા કે સાધનદશાની અપ્રાપ્તિ તથા એ બધાને શિરમોર અહેમ, આટલી શુષ્કજ્ઞાનીની ભૂલે. આવી ભૂલને કારણે એ જ માગને પામી શક્યા નથી. બન્ને પ્રકારના જીની ભિન્ન - ભિન્ન પ્રકારે ભૂલ બતાવ્યા પછી હવે એ બન્ને ક્યાં ભૂલ્યા છે તે એક ગાથામાં બતાવે છે. નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય....૩૨.... સંતે નિષ્કારણ કરૂણાભાવે આવા દુર્ભાગી જીવે પર કરૂણ વરસાવે છે. પૂર્વકમના ઉદયે માર્ગ ભૂલેલા જીવને જોઈ સંતનાં સત્વશીલ હદયમાં અનુકંપા ઉભરાય છે. અને તેઓ કહે છે આ મતાથીનું દુર્ભાગ્ય છે. બંધુઓ! આપણે આપણું દુર્ભાગ્ય ક્યારે અને શામાં માનીએ છીએ? ભૌતિક સંસારની સુખ - સુવિધા, ધન - સંપત્તિ, સંતાન - પરિવાર, યશ-કીતિ ન મળે તો તરત એમ થતું હોય છે કે કેવા દુર્ભાગી છીએ, કેવા કમનસીબ છીએ, કે આ કે તે ન મળ્યું? સાંસારિક ઉપલબ્ધિએની પ્રાપ્તિ એ જ સૌભાગ્ય, આવી માન્યતાઓ, એ ન મળતાં આપણને અનેક વખત રડાવ્યા છે. પણ હું તમને પૂછું છું કે “આત્મલક્ષ જાગૃત થતું નથી ! સત્સંગને નિત્ય પેગ મળતું નથી ! મારા સને
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy