SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ એ મતાથી હૃભાગ્યે.. ? વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની - અનંતદશની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જીવની અનાદિની ભૂલને દૂર કરી સત્ય સમજણ આપે છે. વૃત્તિઓના વમળમાં ઘેરાયેલે જીવ આત્મિક દૃષ્ટિએ અનેક ભૂલે કરતો આવ્યો છે અને તેથી જ જીવ ભમ્યો છે. જીવનના વ્યાવહારિક ક્ષેત્રે પણ કોઈ ભૂલ ચલાવી લેવાતી નથી. તેથી ત્યાં તે માણસ સતત સાવધાની રાખતા હોય છે. નાનાં - મેટાં કાર્યોમાં થયેલી ભૂલ તે કદાચ બહુ મુશ્કેલી ઊભી ન કરે, પણ સામાજિક દષ્ટિએ જે કંઈ ભૂલ થઈ તે, સમાજની નિંદા વહોરી લેવી પડે. અરે ! કયારેક તે સમાજમાંથી ફેંકાઈ જાય ! પણ આવું ન થાય તે માટે ખૂબ જાગૃતિ સેવાતી હોય. વળી જ્યાં ભૂલ છે ત્યાં પરિણામ સાચું આવતું નથી. ગણિતને એક દાખલા ગણે અને જવાબ બરાબર ન આવે તે તરત સમજી જાવ કે ગણવાની રીતમાં ભૂલ છે અને ફરી ગણે. તેમજ જવાબ સાચે છે કે નહીં તે જોવા માટે તાળો મેળ ને મળી જાય તે તમે સાચા ! બંધુઓ! જેનો જવાબ સાચે તે રીતે સાચી, નહીં તે ખોટી! આ બધાં જ વ્યાવહારિક ઉદાહરણે આધ્યાત્મિક ક્ષેત્રે પણ એટલાં જ ખરાં ઉતરે છે. | તીર્થકરના સમોસરણમાં તેઓની સાક્ષાત્ વાણું સાંભળ્યા પછી પણ ખા જીવ એ ને એ જ રહ્યો. ફરી એને આ પંચમ કાળમાં જન્મવું. પડયું. અહીં જન્મીને આધિ, વ્યાધિ, અને ઉપાધિનાં એ જ દુખે રહ્યા. એનું કારણ એ જ કે તીર્થકરની ઉપાસનામાં ક્યાંક ભૂલ્યો હશે રીત છેટી હશે, તેથી જવાબ સાથે ન આવ્યો !
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy