________________ લેપે સદ્ગવ્યવહારને 273 તે માત્ર પાપ, પાપ અને પાપ. હવે નિશ્ચય નયની ઊંધી માન્યતાવાળો જીવ એમ કહે કે પાપ બંધન છે તે પુણ્ય પણ બંધન છે. એક લેઢાની સાંકળ છે, તે બીજી સેનાની સાંકળ છે. આમ સમજી પુણ્ય પ્રવૃત્તિ પર લાલ ચેકડી જ મૂકી દે તે બચશે શું ? પાપ કે બીજું કાંઈ ? તે શું અધ્યાત્મશાસ્ત્રો પુણ્યને છોડવાનું ક્યાં કહે છે ત્યાં પાપ પ્રવૃત્તિને આદરણીય કહે છે ? અરે ! મૂરખા જી ! તે સમજે, કે શાસ્ત્ર કાર ભગવતે શું કહેવા માગે છે ! તેઓ કહે છે, શુભ કરણીથી પુણ્ય બંધ થાય છે. પણ તે ધર્મ નથી. પુણ્યને ધર્મ સમજી ત્યાં અટકી જવાનું નથી. પુણ્ય અને ધર્મના મેદને સમજવું જોઈએ. પુણ્ય તે આશ્રવ છે. આશ્રવ છે ત્યાં બંધ છે. બંધ છે ત્યાં સંસાર છે. તેથી પુણ્યને જ ધર્મ ન સમજતાં તેની ત્યાં સુધી જરૂર છે. ત્યાં સુધી તેને આચરી પછી છોડી દેવા યોગ્ય છે. આટલું તારી શ્રદ્ધામાં હોવું જરૂરી છે. અન્યથા પુણ્યને જ ધર્મ કમજતો જીવ શુભ કરણ કર્યા કરશે. ત્યાંથી આગળ વધી સંવર પ ધર્મને નહીં સમજે તે સંસારને ચકરાવો નહીં ટળે. કારણ વર છે ત્યાં ધર્મ છે. સંવરથી નિર્જરા અને નિર્જરાથી મોક્ષ. મા દઢ પ્રતીતિ હોવી જોઈએ. અન્યથા શુભ કારણે પણ જીવે અનંતીવાર કરી અને નિષ્ફળતા જ તે પામે છે, ગંતવ્યને પ્રાપ્ત ન કરી પ્રક. ગંતવ્ય સ્થાનનાં પ્રયાણ માટે બધી અનુકૂળતા પુણ્ય કરી આપે, પણ એ માર્ગે ચાલવું તે સંવર કે નિર્જરા ધર્મથી 4 થશે. જે માત્ર શુદ્ધ ભાવેનું જ ફળ છે. શુદ્ધ ધર્મનાં લક્ષ્ય વિનાને ભ ભાવ એટલે લક્ષ્ય વિનાનું તીર. તે બંધુઓ! પાપને છોડવા પુણ્ય જરૂરી છે. અને મોક્ષ પામવા ક્ય છૂટે તે જરૂરી છે. પણ તેને છોડવું પડતું નથી, સહજ છૂટી જાય છે. જ્યારે પાપ છોડવું પડે છે. 18