________________ વતે દષ્ટિ વિમુખ 239 બાપુને થયું, વાહ ! આ યુવાનને રામાયણમાં કેટલે રસ હશે? કથા સાંભળીને વિચાર્યું હશે ત્યારે પ્રશ્ન ઉભું થયું હશે ને ? અને ખુશ થતાં બાપુએ કહ્યું : “પૂછે બાપુ! હનુમાનને પૂછડું હતું તે તેની માને કેમ નહીં ? જુઓ બંધુઓ ! આ પ્રશ્ન ! રામાયણ જેવી ઉત્તમ કૃતિમાંથી આ ગ્રહણ કરવાનું હતું ? બુદ્ધિ કયાં ચાલી ? સારૂં ગ્રહણ કરી શકે જ નહીં. લોટ ચાળવાને હવાલે, લેટને કાઢી નાખે અને કચરા રૂપ થુલાને ધરી રાખે એવી થઈ આ વાત. બસ, મતાથી જીવ પણ સદ્ગુરુના સંપર્કમાં આવ્યા પછી પણ સત્સંગ ન કરી શકે. પિતાનામાં સને અનુભવવાને પુરુષાર્થ ન આચરી શકે અને મળેલા રત્ન જેવા યેગને ગુમાવી દે. આ કાગડાની કેટે રતન! તેને કિંમતની શું ખબર હોય? અને તેમાં શભા પણ શેની? બંધુઓ ! જેને કંઈક આત્માર્થ સાધવાની બુદ્ધિ સુઝી છે તે જીવ પિતાની યોગ્યતા વધારતો જાય અને જેમના નિમિત્તે તેનો ચૈતન્ય દીપક પ્રગટવાને છે, તેવા નિમિત્તને સત્સંગના વાતાવરણમાં વ્યાકુળ થઈ શોધતા ફરે. એ જીવ સદ્ગુરુના યેગને ઝંખતે હોય, ન મળે તે પળે પળે ખેદ વર્તતે હેય ! કેમ સદ્ગુરુ નથી મળતા ? તેને અંતરમાં પારાવાર ઊહાપોહ હોય. કારણ તેને સત્ શિષ્ય બનવાની હવે ઉત્કટ તાલાવેલી લાગી છે. એવા જીવને બીજા કેઈ વિષયમાં રસ ન રહે. સંસારનાં કાર્યો કરવા ખાતર કરી લે, ફરજો બજાવવી પડે તે, પૂરી કરી લે, પણ તેનું અંતરમન તે નિરંતર સગુરુના વિરહની ઊંડી વ્યથા અનુભવતું હોય, કારણ એને ખબર છે કે એક વાર સદ્ગુરુ મળ્યા તે પછી તેમની કૃપા મારા પર વરસવાની જ છે, મારામાં અંતર્મુખતા તેઓ જગાડશે જ. એમના વિના બીજી કેઈપણ શક્તિ અને આત્માની ઓળખાણ કરાવવા સમર્થ જ નથી. તેથી હવે સદ્ગુરુ વિના રહેવાતું નથી. એક ભક્ત કવિ કહે છે–