________________ 238 હું આત્મા છું ઠેકાણે લાવવા પ્રયત્નશીલ બને છે. તેથી જ એવા મતાથી જીવનમાં એક એક લક્ષણે બતાવી તેને તેની ભૂલ સમજાવે છે. અહીં શ્રીમદ્જીએ, બાહ્ય ત્યાગીને ગુરુ માનતા મતાથી જીવન શ્રદ્ધામાં કયાં ભૂલ છે તે સમજાવી પછી સમવસરણ આદિ રિદ્ધિને જિન સ્વરૂપ સમજી રહેલા મતાથીને જ્ઞાનની ભૂલ સમજાવી. આ બન્ને ભૂલેનું પરિણામ શું હોય ? આ ભૂલને કારણે મતાથીની માન્યતા કેવી કદાગ્રહી હોય તે બતાવતાં કહે છે પ્રત્યક્ષ સદગુરુ ભેગમાં, વતે દષ્ટિ વિમુખ અસદ્દગુરુને દઢ કરે, નિજ માનાથે મુખ્ય...૨૬. મતાથી મિથ્યાત્વી હોય અને મિથ્યાત્વી જીવ પણ કંઈક પુણે લઈને આવ્યું હોય, તે તે પુણ્યના ભેગે સદ્ગુરુનું સામીપ્ય પણ મળી જાય. તેમને સમાગમ પણ થાય. તેમની શારીરિક સેવા પણ કદાચ કરતો હિય. અરે ! તેઓની વાણી પણ સાંભળતે હેય. બધું જ થાય, પણ એ વાણી કે ગુરુદેવની આજ્ઞા ઉરમાં વસે નહીં. સાંભળવા માટે તે એ કયાને કયાં જાય ! એ માટે પૈસો ખરચે પડે તે ખરચે. હું જ ખરે શ્રોતા છું તેમ માને અને મનાવે પણ પેલા ઊંધા ઘડા જે. અનરાધાર વરસતા વરસાદમાં નવા નીચે મૂકેલો ઊંધે ઘડે, આંગણામાં પાણી ભરાતાં અહીં-તહીં આથડી કૂટી જાય પણ એક બુંદ પાણીને ગ્રહણ ન કરે પણ વિનિષ્ટ થઈ જાય તેમ મતાથી જીવ ઉપદેશને સાંભળે, પણ અંતરમાં એક અક્ષર પણ ગ્રહણ ન કરે. એટલું જ નહીં, જે કહ્યું તેથી ઉલટે વતે. જળ નામનું જંતુ ગાયના સ્તન પર મૂકયું હોય તે દૂધ ન પીએ પણ લેહી પીએ. તેમ મતાથી જીવ ગુરુના અણમોલ ઉપદેશમાંથી સારી વસ્તુ ગ્રહણ ન કરે પણ દોષ જ જુએ. મેરારી બાપુએ કહેલી એક વાત યાદ આવે છે. તેઓ એક ગામમાં રામાયણ વાંચતા હતા. સાંજે એક યુવાન આવ્યો કહે : બાપુ ! પ્રશ્ન પૂછવે છે.”