________________ 214 હું આત્મા છું કેણ શકે? પાત્રતા વિના તે વાણું ટકી ન શકે. આ વાણીને સમજી કોણ શકે? તે હવે શ્રીમદ્જી કહે છે. હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર હેય મતાથી જીવ તે, અવળે લે નિર્ધાર 22. મુમુક્ષતા એટલે મોક્ષાભિલાષા. જેને ખરેખર અંતરથી સર્વ પ્રકારની પૃહા શાંત થઈ હય, કષાયે ઉપશાંત હય, સંસારભાવમાં રૂચિ ન હોય. સંસારની પ્રવૃત્તિ કરતે હોવા છતાં નિસ્પૃહ ભાવે, અલિપ્ત થઈ જીવતે હોય તે મુમુક્ષુ. આ એક અંતર્દશા છે. મુમુક્ષતા એ કેઈબહાર દેખાતી ચીજ નથી. પણ અંતરંગમાં પ્રગટ થતી એક પરિણામ દશા છે. તે કયાંય જવાથી કે કોઈ મત-પંથ, સંપ્રદાયને માનવાથી કે તેમાં ભળવાથી આવતી દશા નથી. પણ જેને સંસારને રસ ઉતરી ગયે, ભૌતિક જગતની નિસ્સારતા જેને સમજાવ્યું છે, આધ્યાત્મિક રહસ્યનાં મૂલ્ય જેને સમજાય છે અને તેને સ્વીકારવા તૈયાર થયે છે, એ જીવ ગમે ત્યાં હોય પણ અંતઃકરણની પરિણામ ધારામાં મુમુક્ષુતા વર્તાતી હોય છે. આટલી યોગ્યતા ધરાવનાર જીવ જ જિન-માર્ગનાં રહસ્યને સમજી શકે છે. સદ્ગુરુના ચરણમાં સમર્પણતા, ચરમ આરાધના સુધીના સમર્પણ ભાવનું સાતત્ય તેમજ સદૈવ, સર અને સધર્મ, આ ત્રણ ત પરની અનન્ય શ્રદ્ધા, તેમના પ્રત્યે આદર, માન, એ જ જીવનું કર્તવ્ય છે. કુદેવ, કુગુરુ અને કુધર્મની અંધશ્રદ્ધા ત્યાજ્ય છે. વળી હેય, રેય અને ઉપાદેય તને વિવેક કરે અનિવાર્ય આવશ્યકતા છે. આ બાબતે આગળની ગાથામાં શ્રીમદ્જી બતાવી ગયા. તેને વિચારવાનું ક્ષાભિલાષી મુમુક્ષુ જીવ સમજી શકે છે કારણ એવા જીવને જ આ માર્ગનું મૂલ્ય સમજાયું છે. આપણા સહુને અનુભવ છે કે જે પદાર્થનું મૂલ્ય સમજાય તેને મેળવવા અને મેળવ્યા પછી જાળવવા માટે કેટલા જાગૃત હાઈએ છીએ. તેની રક્ષા માટે કેઈએ કહેવું પડતું નથી. એક વખત એક વણિક વ્યાપારી, પરદેશ કમાવા ગયે. ઘણાં વર્ષો રહી કમાયે. ખૂબ ધન મેળવ્યું. પિતાના વતન પાછો ફરે છે. ધન ઘણું