________________ ...સમજ એહથિયાર ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનાદર્શની પ્રભુ વિર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના યોગ્ય જીવ જ કરી શકે છે. આજ સુધી થયેલ વિવેચનમાં આપણે એ જ જોયું કે આરાધના કરવા અને કરાવવા કેણ ગ્ય છે અને કેણ અગ્ય. તેથી જ શ્રીમદુજીએ સદ્ગુરુ અને અસથુરુને ભેદ બતાવી, વિનય કરનાર તો કરે જ પણ ગ્રહણ કરનાર કેવા હોવા જોઈએ તે સ્પષ્ટ શબ્દોમાં આપણને સમજાવ્યું. આટલું કહ્યા પછી પણ તેઓશ્રી એ કહેવા માગે છે કે આ બધી જ વાત કેણ સમજી શકે? તેના માટે છે? સ્થલ દષ્ટિથી વિચાર કરીએ તો આપણને તે એમ જ લાગે કે આ તે સંસારના સર્વ જી માટે જ હેય. તીર્થંકર પરમાત્મા દેશના આપે ત્યારે ભેદભાવ નથી રાખતા કે આટલા જ માટે જ છે અને આટલા માટે નહીં. પ્રભુની વાણી તો મેઘવર્ષા જેવી છે. એ તે સહ પર સમાન ભાવે જ વરસે. આંબા પર વરસે તે લીમડા પર પણ વરસે રાયના મહેલ પર વરસે તે રંકની ઝૂંપડી પર પણ વરસે. વહેતી સરિતામાં વરસે તે ગંદા ખાબોચિયામાં પણ વરસે. વર્ષાની મુક્ત ધારા સહુને ભીંજવી દે. - એવી જ રીતે તીર્થકરની વાણું પણ સર્વ જીવો માટે હોય છે અને તેમાં ય પાપી અને પામર છે માટે તે ખાસ. અનંત કરુણાનિધાન પ્રભુ સર્વ પ્રાણુઓ અથે વાણી પ્રવર્તાવે છે. દેવ, દાનવ, માનવ, પશુ સહુ એમની વાણીના અધિકારી છે. . પ્રભુ તે સહપર સરખા ભાવે જ વાણી વરસાવે પણ તેને ઝીલી