________________ વિનય કરે ભગવાન 203 જુઓ ! કેવા હળુકમી આત્માઓ હતા ! મૃગાવતીજીએ કેવળજ્ઞાન થયા પછી ચંદનબાળાના પૂછાયેલા પ્રશ્નોના જવાબ કેટલી વિનમ્રતાથી આપ્યા ! નહીં તે જે સમયે આ પ્રશ્ન પૂછાયાં છે ત્યારે ચંદનબાળાજી છત્મસ્થ હતાં અને મૃગાવતીજી કેવળી, તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહી શકતાં હતાં કે મેં પશ્ચાત્તાપ કર્યો, મને કેવળજ્ઞાન થયું. પણ ના, માત્ર એક જ જવાબ હતો અને તે- “આપની કૃપા.” આ છે પરાકાષ્ટાને વિનય. વળી બીજી વાત એ કે કેવળી પરમાત્મા જ્યારે ઉપદેશ આપે ત્યારે વિનયની વાત કરતાં એ જરૂર કહે કે અમારી છમસ્થ અવસ્થામાં ગુરુદેવને આ વિનય કર્યો છે અને એ વિનયના કારણે જ અમે કેવળજ્ઞાન પામ્યા છીએ. માટે સર્વ સાધક જીએ, પછી કઈ પણ કક્ષાને સાધક હોય પણ એણે, સંપૂર્ણ ન થાય ત્યાં સુધી વિનય કરવાની આવશ્યતા છે. બંધુઓ ! વિચારો ! સાધક કક્ષાથી લઈ કેવળજ્ઞાન પામવાની યોગ્યતા વાળા જીવોએ વિનય કરવાની જરૂર હોય, તો આપણે તે ક્યાં પડ્યા છીએ? કેઈ પણ પ્રકારની પાત્રતા હજુ પ્રગટી નથી. તે આપણા માટે કેટલા વિનયની જરૂર છે ? વિનય ભાવ અંતરમાં નહીં પ્રગટે ત્યાં સુધી ગુરુ કૃપા મળશે નહીં અને આત્મલક્ય પણ જાગ્રત થશે નહીં. માટે પ્રથમ તે વિનય ધર્મને સમજીએ અને સમજીને આચરણમાં મૂકવા પ્રયાસ કરીએ. એ ધર્મ સમજવો દુષ્કર છે તે બતાવતાં શ્રીમદ્જી કહે છે એ માગ વિનય તો, ભાગ્યે શ્રી વીતરાગ મૂળ હેતુ એ માગન, સમજે કેઈ સુભાગ્ય..૨૦... આગળની ગાથામાં જે બતાવ્યું કે કેવળજ્ઞાન થયા પછી પણ, છન્દુમસ્થ ગુરુનો વિનય એ કેવળી શિષ્ય કરે. આ સાંભળીને કેઈ ને એમ પણ થાય કે આમ કેમ ? ગુરુ અને શિષ્યનો સંબંધ એ તે વ્યાવહારિક સંબંધ છે, જ્યારે કૈવલ્ય દશા એ તે આત્માનાં વિશુદ્ધ પરિણામ છે. તે એ દશા જ સર્વ શ્રેષ્ઠ છે. એ પામ્યા પછી ગુરુને વિનય કરવા રૂપ વ્યવહાર કેવી રીતે ટકી શકે ?