SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 202 હું આત્મા છું કહ્યું. પિતાને જ દેષ જાણું મૃગાવતીજી ઉભાં રહ્યાં અને ચિંતનમાં સરકી ગયાં. વિચારે છે કેવી ભૂલ કરી ! સાધુ-આચારની મર્યાદા ચૂકી ગઈ. ગુરૂણીના અંતઃ કરણને ઉદ્વેગનું નિમિત્ત બની ! અને આ ચિંતને પારાવાર પશ્ચાત્તાપ જગાડી દીધો. ભૂલના ખેદે આગનું રૂપ ધારણ કર્યું, અને ઘાતી કર્મોને બાળી નાંખ્યાં. દરવાજો બંધ છે, સાંકળમાં આંગળી છે, અને આંખમાં આંસુ છે. આત્મ-દ્વાર ઉઘડી ગયાં, અંતર ચક્ષુ નિર્મળ બની ગયાં અને કેવળ ત પ્રકાશી ઉઠી. સર્વ સાધ્વીજીઓ બ્રહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગ કરી રહ્યાં છે. ચંદનબાળાજી જાગૃત થઈ રહ્યાં છે, અને મૃગાવતીજીને મધુર ઘંટડી જેવા રવ સંભળાયો. " પૂજયા ભગવતી ! આપ જરા જણાથી ઉઠજે. આપની બાજુમાં એક ભયંકર માટે નાગ સૂતેલે છે.” ચંદનબાળાએ એ સાંભળ્યું અને આશ્ચર્ય થયું. આવા ગાઢ અંધકારમાં ક્યા આધારે આને ખબર પડી ? ભગવાન મહાવીરના હાથથી દીક્ષિત થયેલ એકથી એક ઉત્તમ પાત્રો છે. તેથી તેમને સમજતાં વાર ન લાગી. જરૂર કંઈક છે, અને તેઓએ પૂછયું. : મૃગાવતીજી ! આપને જ્ઞાન થયું છે ?" “ગુરુજી ! આપની કૃપા !" “અપૂર્ણ કે સંપૂર્ણ ?" “આપની કૃપા !" અને બંધુઓ ! ચંદનબાળાજી સમજી ગયા કે કેવળજ્ઞાન થયું છે. અપૂર્ણ હોય તે અવધિ હોય, પણ આ તે સંપૂર્ણ છે માટે કેવળ જ. અને ચંદનબાળા ઉઠયાં, દોડયાં અને મૃગાવતીનાં ચરણ પકડવા જાય છે. માફ કરો મને ! મેં આપ જેવા નિકટ કેવળીની આશાતના કરી !" પણ મૃગાવતીજી કહે છે. " આ બધે જ આપનો ઉપકાર છે. આપે મને શિક્ષા ન આપી હતી તે આ પશ્ચાત્તાપ ન જાગત અને કર્મોને ક્ષય ન થાત.” બંધુઓ ! આશાતના કરવાના કારણે ચંદનબાળાજીને પણ પશ્ચાત્તાપ થયે અને એ જ ક્ષણે કેવળજ્ઞાન પ્રગટ થયું.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy