________________ બા. બ્ર. પ. પૂ. શ્રતીબાઈ મહાસતીજી-સર્વે સાધ્વગણની પણ અમારા. ઉપર કૃપા રહી છે. અમે તેઓના અત્યંત ઋણે છીએ. પ. પૂ. બા. બ્ર. મીરાબાઈ સ્વામી તથા પ. પૂ. બા બ્ર. તાબાઈ સ્વામીએ વ્યાખ્યાનમાળાના સુરેખ સંકલનમાં આપેલ મૅગદાન. બદલ તેમના અત્યંત આભારી છીએ. પ. પૂ. મહાસતીજીનું આ પ્રથમ પુસ્તક છે. તથા પુસ્તક પ્રકાશનો અમારે પણ આ પ્રથમ પ્રયાસ છે. આ શુભ પ્રસંગે ગુરુવર્યોના આશિ. વંચને મળે એમ અમે સહુએ ઇચ્છા કરી અને અમારી વિનંતીને માન આપી પ. પૂ. બા. બ્ર. ગુરુદેવ રતીલાલજી મહારાજ સાહેબે પરમ પૂ. જયંતિલાલજી મહારાજ સાહેબ તથા પ. પૂ. લલિતાબાઈ મહાસતીજીએ. આશિર્વચને એકલી અમારા ઉપર અનહદ કૃપા કરી. અમે તેઓ સર્વે ગુરુભગવંતનાં અત્યંત આભારી છીએ. બહુ અધિક પરિચય ન હોવા છતાં પણ અમારી વિનંતી સ્વીકારી આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા માટે શ્રી 3. રમણભાઈશાહના, તથા આ ધર્મદલાલીના કાર્યમાં જેમણે ઉત્સાહપૂર્વક સહગ આપ્યા. તે ડો. ધનવંતભાઈ શાહના પણ આભારી છીએ. અમારા શ્રી ગુજરાતી વેતાંબર સ્થાનકવાસી જૈન એસોસિએશનની કાર્યવાહક સમિતિએ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી આ પુસ્તકના પ્રકાશન માટે મંજુરી આપી અમારા ઉત્સાહને બળ આપ્યું તેમને અત્યંત આભાર. પુસ્તકનું પ્રકાશન કાર્ય જેઓના સહકાર વિના સંભવી શક્ત નહીં તેવા સર્વે ઉદાર દિલ દાતાઓના અત્યંત આભારી છીએ. એસોસિએશનનાં યુવાન કાર્યકર્તા શ્રી પ્રફુલભાઈ શાહ, જેઓએ પિતાના વ્યવસાયિક જીવનમાંથી સમય કાઢી, અંતરની લગનપૂર્વક શ્રદ્ધા ભક્તિની સાથે પ્રવચનેને સાંગોપાંગ જોઈ જવાનું કામ કર્યું તથા ભક્તિ હૃદય ભાઈ અજીત બરડિયાએ આખેયે સમય, સેવામાં રહી પ્રવચનેને સજાવવાનું કામ કર્યું. તેવા અને કુશળ સેવાભાવીઓની સેવાને શાથી. મૂલવાય ?