________________ ૧૭ર હું આત્મા છું ખરેખર જે તત્ત્વને સમજવું હોય તે એક વૈજ્ઞાનિકની દૃષ્ટિ જીવે કેળવવી જોઈશે. વર્ષોથી વિજ્ઞાનની પ્રગશાળામાં શોધે ચાલી રહી છે. નવા-નવા આવિષ્કાર થતા રહે છે. જ્યારે કઈ પણ ન વૈજ્ઞાનિક તેના fieldમાં કામ કરવા પ્રવેશે, ત્યારે પ્રથમ તે એ એની પહેલાં થઈ ગયેલા વૈજ્ઞાનિકની શોધના સર્વ સિદ્ધાંતને બરાબર સમજી લે તેમાં ઊંડે ઉતરીને અભ્યાસ કરી લે, એ સિદ્ધાંતે સાચા છે એવી શ્રદ્ધા સાથે એ આગળ વધે અને પછી પિતાની શક્તિથી નવી શેધ કરે તેમ પણ બની શકે, પણ એ કદી એમ ન વિચારે કે શું મારી બુદ્ધિ ઓછી છે? મારે શું કામ કોઇના સિદ્ધાંતને આધાર લેવો ? એની પહેલાં થઈ ગયેલાઓના અનુભવને ગ્રહણ કરી એ પોતાના ક્ષેત્રમાં કામ કરે છે. એ જ રીતે આત્મવિજ્ઞાન પામવા માટે આપણે ત્યાં માત્ર જ્ઞાન નહીં, વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ પ્રયોગ એટલા માટે છે કે તું તારા પિતામાં, ઊંડામાં ઊંડે ઉતરીને સંશોધન કરજે. તું કેણ છે ? કે છે? એમાંથી જ તને સત્ય તત્ત્વ લાધશે. પણ આ કાર્ય કરવા પહેલાં, આપણા અનુભવી મહાપુરુષે પિતાના અનુભવને સાર જે આપણી સમક્ષ મૂકી ગયા છે, તેને શ્રદ્ધા સહિત સ્વીકારવા પડશે. સર્વજ્ઞની વાણીમાં આપણી શ્રદ્ધા બેસતી નથી, તેઓનાં કહેલાં બધાં જ ત ગળે ઉતરતાં નથી, કારણ આપણે માત્ર બુદ્ધિથી માપવા ટેવાયેલા છીએ. પણ એમ નહીં, વ્યવહારિક ક્ષેત્રે કેટલીક વાતો જેમ શ્રદ્ધાથી સ્વીકારી લીધી છે તેમ અહીં પણ મૂળભૂત તને શ્રદ્ધાથી સ્વીકાર કરે જ પડશે. ઝેર ખાઈએ તે મરી જવાય. આ વાતને કેઈએ ઝેર ખાઈને પછી સ્વીકારી નથી. પણ બીજાના અનુભવ પરથી માની લીધું છે. ત્યાં તે કહીએ છીએ કે “ઝેરના પારખાં ન હોય ! તો જે વિતરાગનાં વચનોમાં આપણું શ્રદ્ધા જાગે તે જ દર્શન મેહ તૂટે, મિથ્યાભિમાન ભાગે. એ શ્રદ્ધા તે આત્માની બહુ મોટી મૂડી છે. પણ આજના યુગ કેટલે ભયંકર છે? જે માણસને ધર્મ પ્રત્યે, સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધા નથી હોતી તે જોર-શેરથી કહેતા હોય છે કે હું ધર્મમાં નથી માનતે. એમાં એ પિતાનું ગૌરવ માનતા હોય છે જુઓ તો ખરા આજના યુગની