________________ 166 હું આત્મા છું તે બંધુઓ ! મારે અહીં કહેવું એ છે કે આપણે આપણું સાંપ્રદાયિક માન્યતાને ધર્મ ન સમજતાં, ધર્મ અને સંપ્રદાયને વિવેક કરી લઈએ તે હું સાચો ને તું ખૂટે એવું કહેવાને પ્રસંગ જ ઉભે નહીં થાય. “જેનું આત્મલક્ષ જાગૃત થઈ ચૂક્યું છે તે સાચે અને સંસારલક્ષે પ્રવૃત્ત છે તે ખેટ” બસ આટલે જ છે સાદો-સીધે હિસાબ. વળી આ ગાથાના અંતિમ પદને યર્થાથ નહીં સમજનારે તેને ઉંધે અર્થ કરી ભ્રમ સંવતે હેાય છે. શ્રીમદજીએ કહ્યું. “કરી મતાંતર ત્યાજ એથી તેઓ એમ નથી કહેતા, કે તારે સંપ્રદાય બદલાવી નાખ. તું સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મે છે તે છેટે, અને દેરાવાસી સંપ્રદાયમાં જન્મ્યો તે તે ખોટો, એમ નથી. સંપ્રદાય બદલવાની વાત નથી. પણ તું જે સંપ્રદાયને સ્વીકારીને ચાલે છે, તેને માન્ય ત–સિદ્ધાંત, આચારવિચાર, રહસ્યને તું યર્થાથ રીતે ન સમજ્યા હોય અને તારી સ્વચ્છદી માન્યતાએ ચા આવતા હોય તે તેને ત્યાગ કરી દે. તારી જુદી માન્યતાઓને ત્યાગ કરી દે. સંપ્રદાય બદલવાની વાત નથી, પણ કેટલાક અજ્ઞાની છે એવું સમજી બેઠા છે કે આપણે જે સંપ્રદાયમાં જન્મ્યા તે બરાબર નથી, માટે સંપ્રદાય બદલી નાખે અને એ બદલી નાખે, પછી મૂર્ખાઓ કહે અમારે ધર્મ જુદો અને તમારે ધર્મ જુદો ! અરે મૂર્ખાઓ! ધર્મ જુદો હોય ? અમે આત્મા અને તમે જડ છે? અને આત્મા જ છે, તે આત્માને ધર્મ જુદો કેમ હોઈ શકે? પણ જ્યાં સમજવું હોય છે સત્યને? બંધુઓ! મને માફ કરજો પણ કઠેર શબ્દોમાં મારે કહેવું પડે છે, કે તત્વને નહીં સમજનાર, આત્માના ધર્મને નહીં ઓળખનાર, વગર સમયે સંપ્રદાયને બદલે છે. જાણે સંપ્રદાય બદલવાની પણ ફેશન થઈ પડી છે અને એવા અજ્ઞાનીને શું કહેવું ? સંપ્રદાય બદલવાની આ કિયા, મૃત માણસની નનામીને એક ખભેથી બીજે ખભે બદલાવ્યાથી વિશેષ કંઈ નથી. એક ખભાને થાક લાગે અને નનામી બીજે ખભે લીધી તેથી મૃત માનવ સજીવન થતું નથી. તે શબને શબ જ રહે છે. તેમાં માત્ર