________________ કરી મતાંતર ત્યાજ 165 ધર્મના નહીં. ધર્મ કદી ભેદા નથી. તેના ભાગલા પડી શકે નહીં. ધર્મના કોઈ પણ ટુકડા કરી શકે નહીં. માફ કરજો બંધુઓ ! પણ અહીં બેઠેલાઓમાં આપણે કઈ સ્થાનક વાસી છીએ, દેરાવાસી છીએ, સેનગઢની માન્યતાવાળા છીએ અને શ્રીમદ્જીમાં વિશ્વાસ ધરાવનારા પણ છીએ. પણ સહુ એમ માનીએ છીએ કે મારો ધર્મ સા. સ્થાનકવાસી એમ કહેશે મારા ધમની પરંપરા સાચી, દેરાવાસી કહેશે અને સાચા અને અન્ય? અન્ય પણ કહેશે અમે સાચા. પણ હું તે કહું છું કે બધા જ ખાટા. દેરાવાસી કેઈ ધર્મ નથી. સ્થાનક્વાસી કઈ ધર્મ નથી, સેનગઢ કે શ્રીમદ્દજીનો પંથે એ પણ કોઈ ધર્મ નથી. બધા જ સંપ્રદાય છે અને સંપ્રદાયની માન્યતા, તેના આચારવિચાર, તેનાં વિધિ-વિધાને ભિન્ન-ભિન્ન રહેવાનાં જ. આનું કારણ શું છે તે વિચારીએ. જ્યારે જ્યારે કેઈ નો સંપ્રદાય ઉભો થાય છે ત્યારે તે કોઈ ને કઈ વિધ લઈને જ ઉદ્ભવે છે. જે સંપ્રદાયની માન્યતામાં આપણે વિશ્વાસ હોય તેના કેઈ આચાર-વિચાર, કે વિધિ-વિધાનના કારણે મતભેદ ઉભે થાય, એ મત-ભેદમાંથી મનભેદ ઉભો થાય અને તે કલહનું રૂપ ધારણ કરે, ત્યારે જ ન સંપ્રદાય જન્મે છે. તે જેમાંથી નીકળે છે તેનાથી કંઈક જુદાપણું તે પિતામાં હેવું જ જોઈએ. તમારી જે રીત, જે પરંપરા છે તે મને માન્ય નથી ત્યારે તે મેં ન સંપ્રદાય ઉભો કર્યો, તે પછી તમારાથી જુદા પડે એવા કેઈ નીતિ નિયમો મારે ઘડવા જ રહ્યા. ભલે Fundamental Principleમાં કયાંય ભેદ ન હોય, અને હાઈ પણ ન શકે. હા, જેન પરંપરાની એ વિશેષતા રહી છે કે તેના ગમે તેટલા સંપ્રદાય ભેદ થયા પણ મૂળભૂત સિદ્ધાંતમાં, માન્યતા ભેદ નથી. બધા જ સંપ્રદાય, આત્માની સર્વતંત્ર સ્વતંત્રતા તથા આત્મા પરમાત્મા થઈ શકે છે, એ માન્યતામાં ઊંડે વિશ્વાસ ધરાવે છે. એટલું જ નહીં, પણ પદ્રવ્ય, નવત, આઠ કર્મો ચૌદ ગુણસ્થાન આદિ જે તત્વતઃ માન્યતાઓ છે તેમાં કઈ પણ સંપ્રદાય કયાંય ભેદ ધરાવતા નથી. ફરક છે તે માત્ર ઉપરના આચાર-વિચારને !