SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 158 હું આત્મા છું સુપાત્ર જીવ સ્વાધ્યાય કરે તે તેને મહાન ઉપકારી નીવડે. માટે સુપાત્ર જીવ જ આગમનાં રહસ્યોને પામી શકે છે. સુપાત્ર શબ્દથી, આ શાસ્ત્ર પણ સુપાત્ર જીવ માટે જ છે, એમ સંકેત કર્યો છે. શ્રીમદ્જીએ એક જગ્યાએ કહ્યું છે પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય અતિમાનું. આપણામાં Digestive Power બરાબર ન હોય અને બધું જ ખાધા કરીએ તે શું થાય? પચે નહી, બિમાર પડીએ અને ક્યારેક તે મૃત્યુ સુધી પહોંચી જવાય. માટે પહેલાં Digestive power બરાબર કરીને પછી જ ભારે પદાર્થ ખાવો જોઈએ. બંધુઓ ! અધ્યાત્મ શાસ્ત્રનાં તો પચાવવા સહેલાં નથી, એ માટે પણ પાત્રતા જોઈએ. તે જ પચે. - વર્તમાને આપણામાં પાત્રતા ન દેખાતી હોય તો તે કેળવવાને પ્રયાસ કરે પડે. કેઈ રૂડે આત્મા જ પૂર્વ ભવે કરેલ પુરુષાર્થના પરિણામે પાત્રતા સાથે લઈને જમે. એવંતા જેવા બાલ મુનિ આવી પાત્રતા લઈને જન્મ્યા હતા, કે કિશોર વયમાં જ ગૌતમની આંગળી પકડી ચાલી નીકળ્યા, ને મહાવીર જેવા મહાસમર્થ ગુરુના ચરણે સર્વસ્વ સેંપી દીધું. એટલું જ નહીં, મુનિ થયા પછી બાળસહજ ચેષ્ટાના કારણે સચેત પાણીમાં પાત્રોની નાવ ચલાવવાની ભૂલ કરી. પણ તેમનામાં રહેલી પાત્રતાના કારણે એ ભૂલ, શૂલ ન બનતાં ફૂલ બની ગઈ. પ્રભુએ માત્ર બે શબ્દો જ કહ્યાઃ “અવંતા ! આપણે આમ કરાય ?" અને પારાવાર પશ્ચાત્તાપે, પ્રાયશ્ચિત કરવા તૈયાર થયા. “શું કરૂં પ્રભુ? “વત્સ ! ઈરિયાવહી પડિકકમિ લે !" અને બંધુઓ ! અંતઃકરણના ભાવથી, પાયચ્છિર કરડ્યું, વિસહી કરણેણં, વિસલ્લી કરણેણું. પ્રાયશ્ચિત્ત કરવા, વિશુદ્ધિ
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy