________________ કરી મતાંતર ત્યાજ ! વતરાગ પરમાત્મા અનંત જ્ઞાની, અનંત દર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માએને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના એ જ આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની ચાવી છે. શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ અને અનુભૂતિને આનંદ પામ એ જ જીવનું ક્તવ્ય છે. એ માટે આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં કહે વામાં આવ્યું છે તેમ “હું આત્મા છું મારું ત્રિકાલ અસ્તિત્વ છે તેની શ્રદ્ધા જાગવી જોઈએ, કારણ આત્માનું અસ્તિત્વ છે તે જ તેના માટે સાધના છે. જે અસ્તિત્વ જ ન હોય તે સાધના કેના માટે ? ભારતનાં જે દર્શને આત્માને સ્વીકાર નથી કર્યો ત્યાં સાધના પણ નથી. આત્મા છે તે કર્મ પણ છે. કર્મ છે. તે પુણ્ય-પાપ છે, અને પુણ્ય-પાપ છે તે તેના ફળને ભેગવવાના સ્થાન રૂપ સ્વર્ગ કે નર્ક છે. આ બધાનું અસ્તિત્વ સિદ્ધ થયા પછી સ્વર્ગ કે નર્ક બને છવા માટે ઈચ્છવા યોગ્ય નથી. નરકને ન ઈચ્છો તે સ્વર્ગને પણ ન ઈચ્છશે. કારણ સ્વર્ગ પણ સંસાર છે. જીવનું લક્ષ્ય સંસાર નથી તેથી સ્વર્ગ પણ ત્યાજ્ય છે. આમ સુપાત્ર જીવ આત્માદિ-અસ્તિત્વને સિદ્ધ કરતાં શાનાં અવલંબને સદ્દગુરુના પ્રત્યક્ષ કેગના અભાવમાં પોતાને આત્મભાવમાં સ્થિર રાખી શકે છે. અહી ગાથામાં શ્રીમદ્જીએ “સુપાત્ર' શબ્દ મૂક્યો. શા માટે ? શ્રી નન્દી–સૂત્રમાં કહ્યું છે-ઉત્તમ આગમ, કુપાત્ર, મિથ્યાત્વી જીવના હાથમાં આવે તો તેને અનર્થકારી નીવડે. પણ જે એ જ આગમને