SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉગે ન આત્મવિચાર 121 - આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે. એ બતા વનાર અરિહંત પ્રભુ છે. માટે જ સિદ્ધ ભગવંત કરતાં પણ અરિહંતનું સ્થાન પ્રથમ આપ્યું છે. કબીરજીએ પણ ગુરુ–ગોવિંદ બન્નેમાં પ્રથમ સ્થાન ગુરુને આપ્યું. કારણ ગોવિંદને ઓળખાવનાર ગુરુ જ છે. | ગમે તેટલી બુદ્ધિ હોય, શાનો અભ્યાસ હોય, તેની જાણકારી હાય પણ ગુરુદેવને પ્રત્યક્ષ ઉપકાર અંતરે વસે નહીં ત્યાં સુધી આત્મલક્ષ્ય જાગૃત થાય નહીં. અહીં આ શાસ્ત્રમાં આત્મલક્ષ્યને કેન્દ્રમાં રાખીને જ સર્વ વાતો કરી છે. તેથી તે જાગૃત થવા માટે જોઈતી ગ્યતા કઈ રીતે આવે તે પણ બતાવાયું છે. શ્રીમદુજી કહે છે એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદ્દગુરુનો મહિમા અંતરમાં ન વસે તથા તેઓએ કરેલા અનંત ઉપકારને કૃતજ્ઞતા પૂર્વક સ્વીકાર ન કરી શકાય ત્યાં સુધી અંતરમનમાં આત્માને વિચાર પણ ઉગતો નથી. અહીં આ પદમાં “ઉગે શબ્દ મૂકો. તે બહુજ અર્થ સૂચક છે. ખરેખર! શ્રીમદ્જી એક–એક શબ્દ તેલી–તેલને ગાથામાં મૂકે છે. આપણે આ શબ્દનું મૂલ્યાંકન કરીએ. આ પદમાં “ઉ” શબ્દ મૂક્યો તેના બદલે બીજો શબ્દ પણ મૂકી શકાતે હતા. પણ અંતરમાં આત્મવિચારને ઉગવા દે છે તેથી જ ઉગે શબ્દ મૂકે. ઉગે શું? ધરતીમાં ધરબાયેલું બીજ. માટીમાં દટાયેલું બીજ જ ઉગે છે. એ કયારે ઉગે? કેણ ઉગાડે? જ્યારે ધરતીમાં સમાઈ જાય અને પછી પિતાની જાતને ભેદી નાખે. ત્યારે જ એ પિતામાં જ અંકુરિત થાય છે. પિતાની જાતને સુરક્ષિત રાખીને, ભેદ્યા સિવાય તેમાંથી અંકુર નીકળે નહીં. એટલે પહેલાં તે પોતાને માટીમાં મિલાવી દઈઅંતરને ભેદી નાખે. એટલું જ નહીં ધરતીની અંદર જ ભેદાઈને પડયું રહે તે તેને વિકાસ
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy