________________ 110 અને વ્યવસાયમાં જ્યાં ઉછર તમને ઉકાળો હું આત્મા છું કબીરજી ગુરુને કેમ પામ્યા? અને એમને પામવા માટે શું કરવું પડયું તે બહુ જ રસભર વાત છે. કબીરના જીવન વિષે એમ કહેવાય છે કે તેઓ એક વિધવા બ્રાહ્મ ણીના પુત્ર હતા. લોકલાજના ભયથી એક તળાવના કિનારે તેમને ત્યજી દેવામાં આવ્યા. ડીવાર પછી એ રસ્તેથી નિરુ અને નિમા નામનાં એક મુસલમાન દંપતિ નીકળ્યાં અને આ માસૂમ બાળકને ત્યાં જોયું. તેઓને કઈ સંતાન ન હતું. તેથી બાળકને ઉઠાવી ઘરે લઈ ગયા અને ઉછેરવા માંડયા. બાળક જ્યાં ઉછરે તે તેની જાતિ. નિરુ-નિમા જાતે મુસલમાન અને વ્યવસાયે વણકર. એટલે કબીર પણ મુસલમાન કહેવાયા. વણકર હેવાથી હલકી જાતિમાં તેમની ગણતરી થવા માંડી. નાત-જાત ગમે તે હોય પણ આત્માના સુષુપ્ત સંસ્કારે જાગૃત થયા વિના રહેતા નથી. કબીરને આત્મલગની લાગી પણ માર્ગદર્શક વિના સત્ય રાહ સાંપડતો નથી. તેઓ ગુરુને ઈચ્છી રહ્યા છે, પણ હલકી જાતના બાળકના ગુરુ થવું એ તે સમયમાં કલંકરૂપ ગણાતું. તેથી તેમને કઈ શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર નથી. કબીરે એક યુક્તિ વિચારી. તેમના સમયમાં એક મહાન સમર્થ સંત હતા. સ્વામી રામાનંદ'! તેઓ રેજ સવારે બ્રહ્મમુહૂતે ગંગાજીના ઘાટે સ્નાન કરવા જતા. કબીર એ જાણતા હતા. તેઓ એક સવારે વહેલા એ જ ઘાટનાં પગથિયાં પર, જ્યાં અંધારું હતું ત્યાં જઈ સૂઈ ગયા. રામા નંદજી સ્નાન કરી પાછા ફર્યા. ઘાટનાં પગથિયાં ચડી રહ્યા છે અને અચાનક તેમને પગ કબીર પર પડશે. મુખમાંથી “રામ-રામ” શબ્દ નીકળી ગયા. અસ કબીરે ગ્રહણ કરી લીધું. જેમણે મને ચરણસ્પર્શ કરી, સ્પર્શદીક્ષા આપી તે મારા ગુરુ અને તે વખતે તેઓના મુખાર્વિન્દથી જે શબ્દ નીકળ્યા તે મારે મંત્ર. કબીર જીવનભર સ્વામી રામાનંદજીને ગુરુ માનતા રહ્યા અને રામનામને પિતાની સાધનાને મંત્ર બનાવ્યું. સર્વ સમર્પિત ભાવે તેઓએ એકલવ્યની જેમ સદ્દગુરુને ભજ્યા. અરે ! એટલું જ નહીં તેમને અનંત ઉપકાર તેમણે ઠેર–ઠેર ગાય છે. તેઓ કહે છે -