________________ ...સદગુરૂ લક્ષણ યોગ ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગ દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના વિના, આત્મશુદ્ધિ થતી નથી. આત્મશુદ્ધિના માર્ગે જવા માર્ગદર્શકની અત્યંત આવશ્યકતા છે. માર્ગદર્શક વિના માર્ગ મળતો નથી. સંસારને માર્ગ શોધવા જ પડતું નથી અને મોક્ષમાર્ગ શેધ્યા વિના જડતો નથી. સંસારને માર્ગ તે સુલભ છે. જાણે-અજાણે પાપ કર્મો દ્વારા નારકી, તિર્યંચ જેવી હલકી ગતિઓનું પરિભ્રમણ, અને પુણ્ય કર્મો કરી દેવ કે મનુષ્ય ગતિએના જન્મને પામવા, તે તે જીવે બહુ વાર કર્યું છે અને હજી પણ કરી રહ્યો છે અને કરશે. પણ આત્મસ્થાનને માર્ગ મળ જ દુર્લભ છે. ચાર ગતિઓને છોડી, પંચમગતિમાં જવાના પુરુષાર્થને પ્રગટાવનાર દીપક મળ જ મુશ્કેલ છે. અન્યથા માનવ અંધકારમાં આથડયા કરે છે. એ દીપક છે સદ્ગુરુ દેવ.. સદ્ગુરુ જ માર્ગ દેખાડનાર દીપક છે. કબીરે પણ કહ્યું છે પીછે લાગી જાય થા, લેક વેદ કે સાથ, આગે સે સદ્દગુરૂ મિલ્યા, દીપક દિયા હાથ. તેઓ કહે છે - લેક પરંપરા અનુસાર અને શાની રૂઢ માન્યતાનુસાર મારૂં જીવન વ્યતીત થઈ રહ્યું હતું, પણ મને સદ્ગુરુ મળ્યા અને મારે અજ્ઞાન–અંધકાર તેઓએ હરી લીધો. મને આત્માના પ્રકાશમાં લાવીને મૂકી દીધો.