________________ આત્માર્થી જન એહ એક ક્ષેત્રાવગાહી રહેલા, અને એકરૂપ ભાસતા આત્મા અને દેહને ક્ષીરનીરની જેમ ભિન્ન તારવી નાખે. આ ભિન્નતાને જાણ્યા પછી, આત્માને અનુભવ્ય, અનુભવ્યા પછી આત્મામાં સ્થિરતા આવી, સ્થિરતા આવ્યા પછી તેમાં નિમગ્ન થઈ ગયા એ પરમહંસ ! પછી તે ગમે તે ધર્મ, પંથ, સંપ્રદાયના અવલંબને વર્તતા હોય પણ દેહ આત્માની ભિન્નતાને અનુભવ કરીને તેમાં રમી ગયા હોય તે પરમહંસ'. આવી પરમહંસ કક્ષાએ પહોંચવા માટે જ્યાંથી શરૂઆત કરવાની છે તે છે જ્યાં જે યોગ્ય છે તેને વિવેક કરી લેવો. આ વિવેકને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં શ્રી દશવૈકાલિક સૂત્રમાં શ્રી શય્યભવસૂરીએ, શિષ્યને પ્રશ્ન અને ગુરૂએ બતાવેલ સમાધાન રૂપે બતાવ્યું છે. શિષ્ય પૂછયું - कहं चरे, कहं चिट्टे, कहमासे कहं सए / ___कह' भुअन्तो भासन्तो, पावकम्मं न बन्धइ / / હે ગુરુદેવ! જીવનની બધી જ ક્રિયાઓથી વિરાધના થાય છે તેમ કહે છે તે પછી કેમ ચાલવું, કેમ ઊભું રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું અને કેમ બેલવું જેથી પરિણામે પાપ ન બંધાય. ગુરૂદેવ ઉત્તર આપે છે– - રે કઈ જિ, નમણે કહ્યું પણ __जय भुअन्तो भासन्तो, पावकम्मं न बन्धइ / / બધા જ પ્રશ્નોને ઉત્તર માત્ર એક જ શબ્દમાં યત્ના” અર્થાત્ વિવેક. જ્યાં જીવન છે ત્યાં જીવન સંબંધી સર્વ કિયાઓ પણ રહેવાની જ. પણ જે વિવેક સહિત થાય તે જીવ પાપ ન બાંધે. એટલે આખું યે જીવન વિવેકથી જ જીવાય છે. વિવેક રહિતનું જીવન-જીવન નથી. ચાલવું, ઊભું રહેવું, બેસવું, સૂવું, ખાવું, અને બેલવું—આ બધી જ કિયા વગર