________________ ...આભાર્થી જજ એહ ! વતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને અનંત દર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાભાઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગૂદર્શન, સમ્યગ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવ ધર્મ માગે સેવાતા એકાંત આગ્રહની જાળમાંથી બહાર નીકળે. જ્ઞાનીનાં વચનને ગ્રહણ કરવાને જિજ્ઞાસુ બને અને એ વચનના અનુસાર આચારને જીવન લક્ષ્ય બનાવે અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કિયા અને જ્ઞાનની એકાંત માન્યતાઓ જીવને કાર્યકારી નથી, મુક્તિ માટે પરિણામદાયી નથી, એ ચાર ગાથાઓથી બતાવવામાં આવ્યું. હવે એ વિષયને સમેટી લઈ વિવેકને ઉત્તમ સિદ્ધાંત શ્રીમદ્જી બતાવે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ૮. ગાથાના પ્રથમ પદમાં એક મહાન સત્ય પડયું છે. આત્માર્થની ઝંખના સેવતા જીવની જવાબદારી કેટલી વધી જાય છે? એને સમગ્ર જગતના સર્વ તત્ત્વ અને સની યોગ્યતા–અગ્યતાને નિર્ણય કરે પડે છે. પણ જેના અંતરમાં આત્મસ્થાનને અડોલ નિર્ણય જાગી ગયા છે અને સર્વસ્વ સમર્પણ કરવાને જે વ્યાકુળ થઈ ઉઠે છે, તેના જ અંતરમાં સ્વતઃ વિવેકને ઉદય થાય છે. અને તેના પિતામાં યોગ્યતા પ્રગટી ચૂકી હોય, એટલે કે જિજ્ઞાસા અવસ્થા કહે કે મુમુક્ષુતા કહે, તે પ્રગટી ચૂકી હોય. આવું સુગ્ય પાત્ર જ આ વિષયને વિચાર કરી શકે