________________ આત્મ-ચિંતન... હું... આત્મા છું..... હું આત્મા . સત્... ચિત્... આનંદ એ મારું સ્વરૂપ. સત્... સત્ યાને આસ્તિત્વ. હું અસ્તિત્વવાન પદાર્થ છું. નિત્ય... શાશ્વત... અવિનાશી... દ્રવ્ય.... છું... હું...સર્વ કાળ રહેનાર, મારે કદી નાશ થાય નહીં..... હું... ભૂતકાળમાં હતે., વર્તમાનમાં છું.... ભવિષ્યમાં હઈશ... હું.... અવિનાશી, દેહ વિનાશી”, મારે જન્મ નથી, મારું મૃત્યુ નથી... જમે છે તે શરીર છે... અને મરે છે તે પણ શરીર છે. હું જન્યું નહીં. હું મરૂ નહીં... દેહ મારે નથી... હું દેહને નથી.... દેહથી ભિન્ન એક અખંડ ચૈતન્ય દ્રવ્ય છું.... હું.. આત્મા છું. ચિત્.. ચિત્ યાને ચૈતન્ય... ચિત્ યાને જ્ઞાન.... હું.. જ્ઞાનસ્વરૂપી . જ્ઞાયક સ્વભાવી.. સમસ્ત જગતને જાણનારો છું. પરંતુ મારો જ્ઞાન–સ્વભાવ... અનાદિ કાળથી... વિકારી થઈ ઈદ્રિય..., મન, બુદ્ધિ... ના માધ્યમથી સંપૂર્ણ બાહ્ય વિશ્વને... જાણવામાં વિખરાઈ રહ્યો છે....... વેડફાઈ રહ્યો છે. મારી વૃત્તિને જગતનાં પદાર્થોમાંથી પાછી વાળી નિજને જાણવામાં સ્થિર કરું, મારા.... જ્ઞાન ગુણને.... અવિકારી બનાવું તે જ હું.... મને... જાણી શકું છું. મારે મને જાણ છે... માણ છે... અનુભવ છે. સ–ચિ-આનંદ. આનંદ... આનંદ એ મારું સ્વરૂપ આત્માના એક... એક પ્રદેશે.. અનંત..... સુખ વિદ્યમાન છે. મારે મારા સુખને અનુભવવું છે. સુખને માણવું એ મારે સ્વભાવ છે.... મારામાં... દુઃખ નથી....... હું દુઃખી થઈ શકું જ નહિ, સંસારની.... કઈ પણ વ્યક્તિ, કઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ... મને દુઃખી કરી શકે જ નહીં. હું દુઃખી છું એવી ભ્રમણાને, એવા અજ્ઞાનને તેડીને મારે મારામાં સ્થિર થવું છે. એ દુઃખને ટાળવા માટે હું મારામાં સમાઈ જાઉં..., સ્થિર થઈ જાઉં...., ઠરી જાઉં...., તે જ હું એ અજ્ઞાનને... તેડી., મને જાણું શકું છું. મને માણી શકું છું... તે માટે શેડી ક્ષણે. વધુ... એકાગ્ર... થઇએ, વધુ ઉંડાણમાં ઉતરી... નિજનું ચિંતન ... આત્મા છું, હું આત્મા.. . ...............“શાંતિ...........“શાંતિ”..........“શાંતિ.”