________________ હું આત્મા છું જેટલી રાગ-દ્વેષની તીવ્રતા વધારે, રાગ-દ્વેષનું ક્ષેત્ર વિશાળ, એટલે જ બાહો સંસાર પણ વિશાળ અને રાગ-દ્વેષની જેમ જેમ મંદતા થતી જાય, તેમ-તેમ બાહ્ય સંસાર પણ છૂટતે જાય. જ્યાં રાગ–ષ પર સંયમ આવે, ત્યાં જ વૈરાગ્ય છે. અને તેથી જ સંસાર નાશ કરનાર પુત્ર-જન્મની ખુશાલી આનંદધનજી મહારાજ વ્યક્ત કરે છે. અહીં ખુશાલી એટલા માટે છે કે અનાદિ કાળથી વળગેલા સંસારને નાશ કરનાર શક્તિ સ્વમાં પ્રાપ્ત થઈ ચૂકી, વળી આ સંસાર નાશ પામી શકે તેવે છે. અર્થાત્ જે આપણે પુરુષાર્થ ઉપડે તે તેને નષ્ટ થવું જ પડે. એ સંસારની ક્ષણભંગુરતાને બતાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનની પ્રથમ ગાથામાં, શ્રી પ્રભુએ કહ્યું છે. “યુવે સામ સંસાર તુણવIT' આ સંસાર અધુવ અને અશાશ્વત છે. અહી આત્માની વિભાવ પરિ સુતિ રૂપ આત્યંતર સંસારને અધ્રુવ-અશાશ્વત કહે છે. અર્થાત્ તે વિનાશી છે. સમસ્ત બાહ્ય સંસાર ગમે તે હોય, તેની સાથે આપણે ઝાઝું લેવાદેવા નથી. ચાહે ચિરકાળ રહે, ચાહે નાશ પામે. થોડા સમય માટે અહીં આવ્યા છીએ ને ચાલ્યા જઈશું. માટે સમસ્ત બાહ્ય સંસારની ચિંતા કરવાની જરૂર નથી, પણ આંતર સંસાર વિનાશી છે. તે જે અંતરંગ વૈરાગ્યથી વાસિત બને તે જ તેને વિનાશ થઈ શકે. વૈરાગ્યે સૌથી પહેલાં શું ખાધું? માયા અને મમતાને ખાધી. વૈરાગ્ય આવે ત્યાં માયા-મમતા ઊભા રહી શકે નહીં. જ્યાં માયા-મમતા છે ત્યાં વૈરાગ્ય નથી. જેને પિતાના અંતરના વૈરાગ્યને તપાસ હય, ઉદાસીનતાને તપાસવી હોય, તેણે પોતાના અંદરમાં જઈને પૂછવું પડશે કે ક્યાંય તારું મમત્વ પડયું છે ? કઈ વસ્તુ કે વ્યક્તિમાં મમત્વના ભાવે છે ? જે હેય તે સમજી લેવું કે બહારથી ઉદાસીનતાની વાત કરનાર આપણે અંદરથી કેટલા પોકળ છીએ ! મમત્વ તલભાર પણ ઓછું નથી થતું. અરે ! એટલું જ નહીં એ તે પદાર્થો અને વ્યક્તિ સાથેના સંબંધને