________________ અટકે ત્યાગ વિરાગમાં જેનાથી બાહો સંસારની ઉત્પત્તિ થાય છે એવા આંતર સંસારને નાશ વૈરાગ્ય જ કરે છે. આ વાતને હિન્દુ દષ્ટિથી સમજીએ હિન્દુ માન્યતામાં, બ્રહ્મા આ સૃષ્ટિના સર્જનકર્તા છે, વિષ્ણુ એના પાલનકર્તા છે, અને શિવ એના સંહારકર્તા છે. આ ત્રણ શક્તિને માનવામાં આવે છે અને આ શક્તિ દ્વારા સૃષ્ટિનું સર્જન અને પ્રલય-આ ચક ચાલ્યા કરે છે. આમ આ આખા યે સંસારની ઉત્પત્તિ બ્રહ્મા દ્વારા થઈ. તમને પૂછું છું કે આપણા સર્વેને સંસાર તેણે પેદા કર્યો ? આપણે સંસાર એટલે શું ? તમે કેને માને છે સંસાર? માલ- મિક્ત, પુત્ર-પરિવાર અને એનાથી પણ આગળ વધીને સંબંધોને પસારે ! આ જ છે ને તમારે સંસાર ? આ સંસાર કેણે પેદા કર્યો ? તમે કહેશે કે એ તે બધું એમ જ થતું આવ્યું છે. ઠીક છે, સ્થૂળદષ્ટિથી એમ વિચારે. પણ સૂમદષ્ટિથી જોઈએ તે આપણું સંસારની ઉત્પત્તિ આપણે જ કરી છે. કેવી રીતે? આપણું અંદરમાં રહેલા રાગ-દ્વેષ અને મોહથી જ આપણો સંસાર ઊભે થયો છે. કર્મ ફિલસોફીની દષ્ટિથી આપણે એટલું તે સમજીએ છીએ કે કોઈપણ વ્યક્તિ, કેઈપણ વસ્તુ, જેને આપણે માની રહ્યા છીએ એ સર્વ સાથે કેઈ ને કોઈ પ્રકારના આપણું પૂર્વના ત્રણાનુબંધ છે. ત્યારે જ એ વ્યક્તિને સંપર્ક છે, એ વસ્તુને સંપર્ક છે. આપણને જેટલું મળ્યું છે એ આપણા મમત્વનું જ કારણ છે. જે નથી મળ્યું તેની સાથે કઈ સંબંધ નથી તેથી નથી મળ્યું. તેથી એ નક્કી થાય છે કે આપણામાં પડેલી મેહ અને મમત્વની જે પરિણતિ છે, તેનાથી જ વ્યક્તિ અને વસ્તુની સાથે સંબંધ થયો છે. અંદરમાં કંઈક પ્રાપ્ત કરવાની ભાવના પડી છે, તેનાથી જ સંબંધ પેદા થાય છે. આમ રાગ-દ્વેષાત્મક આપણી વૃત્તિમાંથી જ બહારને સંસાર પેદા થયો છે, અને અંદરને સંસાર પણ આપણે જ પેદા કર્યો છે. એ સંસારનું પાલન-પોષણ આપણે જ કરીએ છીએ અને એનો નાશ પણ આપણે જ કરી શકીએ છીએ. એટલે આપણામાં જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણે ય શક્તિ છે.