________________ અટકે ત્યાગ વંરાગમાં... ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની અને અનંત દર્શની પ્રભુ વિર જગતનાં ભવ્ય જી સમક્ષ, અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માના પ્રદેશ–પ્રદેશે વણાયેલી સ્વભાવ દશાને સંપૂર્ણપણે જાગૃત કરે છે. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે, તેને એક માત્ર ધ્યેય, વિભાવને સર્વથા નાશ કેમ થાય અને સ્વભાવ દશાની પ્રાપ્તિ કઈ રીતે થાય તે બતાવવાનું છે. આ માગે ઘણું જ પુરુષાર્થ તે કરતા હોય છે પણ તેઓને માર્ગ ખામી ભર્યો છે. તે તરફ સંકેત કરતાં શ્રીમદ્જીએ ‘ક્રિયાજડ” અને “શુષ્કજ્ઞાની” આ બને છ માર્ગ ભૂલેલા છે તે કહ્યું. કે જેઓને પુરુષાર્થ એકાંત માગે થઈ રહ્યો છેપણ એ યોગ્ય નથી. મોક્ષમાર્ગને પામવા માટેની પહેલી શરત છે આત્મજ્ઞાન. જ્યાં સુધી આત્મજ્ઞાન જાગૃત ન થાય ત્યાં સુધી મોક્ષ માગે એક ડગ પણ ભરી. શકાય નહીં. આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધને બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છે– ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ-વિરાગમાં, તે ભૂલે નિજ ભાન...૭. જેના ચિત્તને વિષે ત્યાગ-વૈરાગ્ય નથી, તેને આત્મજ્ઞાન થાય નહીં. અને જે ત્યાગ-વૈરાગ્ય સુધી પહોંચીને અટકી જાય, તેને નિજ આત્માનું ભાન–ભૂલાઈ જાય છે. ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનનાં સાધને છે. જેને આત્મજ્ઞાન પામવું