________________ ૭ર હું આત્મા છું દેહ મળ્યો હોવા છતાં, આપણે જાણે તેઓ કરતાં સર્વથા જુદા પ્રકારના જ હોઈએ તેવું લાગે છે. - આપણા ગુણોનું અપ્રગટીકરણ તે જ ગુણોની મોટી ઘાત છે. તે જ ભાવ હિંસા છે. ભાવ હિંસાના કારણે દ્રવ્ય હિંસા થઈ રહી છે. અને એટલે જ ક્ષણે ક્ષણે ગુણોને ઘાત થઈ રહ્યો છે. અંતરમાં જાગતા રાગશ્રેષાદિના ભાવે, આત્માની સ્વાભાવિક પરિણતિ રૂપ ક્ષમાદિના ભાવને મૃતપાય કરી નાખે છે. આપણું વિભાવ પરિણતિનું જોર એટલું બધું છે કે સ્વભાવ તે બિચારો! રાંકડો થઈ દબાઈને બેસી ગયા છે. પૂછે અંતરને? રાત-દિવસ ચાલતી આપણું માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ કેવા ભાવથી રંજિત છે ? કાં તે રાગાત્મક અને કાં તે ષાત્મક. આ બે સિવાય કોઈ ત્રીજા ભાવને સ્પર્શ આપણું યૌગિક વ્યાપારને થે હોય તેવું અનુભવ્યું છે? રાગ-દ્વેષ રહિત થઈ તટસ્થ ભાવે કંઈ કરતા હોઈએ એવું ક્યારે ય બન્યું છે? વળી કાયા અને વાણું થોડી વાર માટે પણ કદાચ નિવૃત્ત રહેતાં હશે પણ મન? તેને કયાં જંપ છે? અંદરમાં પડયું પડયું પણ તે તે રાગ-દ્વેષ ઊભા કર્યા જ કરતું હોય છે. એટલે આ જીવની એક ક્ષણ પણ એવી જતી નથી કે આ જીવે કાં રાગ, કાં ઠેષ ન કર્યો હોય, ક્ષણે ક્ષણે થતી આ પ્રવૃત્તિ, આ પરિણતિ આત્માના ગુણને કલુષિત કરી નાખે છે, તેને આવરણે નીચે દાબી દે છે. એ ગુણે વધુને વધુ તિરહિત થતા જાય છે. પણ જીવને કયાં તેનું ભાન છે? - સમગ્રપણે વિચારીએ તે સંસારના સર્વ જીને રાગ-દ્વેષમાં રયાપચ્યા રહેવામાં વધુ મજા આવે છે, કે તેના ત્યાગમાં ? શાંત ભાવમાં આનંદ છે? અરે ! રાગ કે દ્વેષનાં નિમિત્તે જે ક્યારેક ઓછાં મળે, પૂરતા પ્રમાણમાં ન મળે તે અકળાઈ ઊઠીએ છીએ અને તેને મેળવવા વલખાં મારીએ છીએ. બંધુઓ ! આ છે જીવની અવળાઈ ! આ જ છે સાધના માર્ગ માટેની અપાત્રતા! જે નિમિત્તો સર્વથા ત્યાજ્ય છે તેને મેળવવા