________________ હું આમાં છું - આત્મજ્ઞાનની પ્રાપ્તિને પુરુષાર્થ કેવા પ્રકારના વિચાર અને આચારની અપેક્ષા રાખે છે તે બતાવતાં શ્રીમદ્જી કહે છે - વૈિરાગ્યાદિ સફળ તે જે સહ આતમજ્ઞાન તેમજ આતમજ્ઞાનની, પ્રાતિ તણાં નિદાન................. છેલ્લા બે દિવસમાં આપણે આ ગાથાનાં પ્રથમ બે પદોનું વિવેચન કર્યું. ત્યાગ વૈરાગ્ય આદિની સફળતા આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં જ છે. ત્યાગ અને વૈરાગ્ય હેવાની સાથે સાથે જે આત્માને ઓળખી લીધે હેાયનિજ સ્વરૂપને અનુભવ કરી લીધું હોય તે જ તે ત્યાગ વૈરાગ્ય અંતે મોક્ષ રૂપ ફળ આપે છે. આટલું સમજ્યા પછી હવે આપણે એ વિચારવું છે કે ત્યાગ - વૈરાગ્ય જીવનના પ્રતિપલના વ્યવહાર સાથે વણાઈ ગયાં હોય, જીવની સમજણપૂર્વકની વિચારણુ અને પૂર્વના અનાસક્ત સંસ્કારએ અંતરમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા પણ જગાડી હેય, ધર્મમય આચામાં જીવનને સમય પસાર થતો હોય, અરે ! આત્માનુભવની મહત્તા મનથી, બુદ્ધિથી સ્વીકારી પણ હોય, છતાં આત્મજ્ઞાનનું પ્રાગટય થાય નહીં! તે તેવે વખતે કેટલાક છે નિરાશા અનુભવે છે. મન ડગમગવા માંડે છે. કયારેક તે વળી વૈરાગ્યાદિ નિરર્થક ભાસવા માંડે છે. અને મનમાં તેની સત્યતા વિષે સંશય રહ્યા કરે છે. તે ત્યારે શું કરવું ? આવા સાધકની નિરાશાને દૂર કરવા અને વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે જ શ્રીમદ્જી આ ગાથાનાં અંતિમ બે પદો કહે છે. સાધકની પીઠને પંપાળી તેઓ ઘણું જ પ્રેમથી કહી રહ્યા છે, ભાઈ ! સમતા રાખ ! ધીરજ ધર ! શ્રદ્ધાને ડગવા ન દઈશ. તારા અંતરમાં ઉગેલા ત્યાગ- વૈરાગ્યના ભાવે, તારી આંતર ઉદાસીનતા, તારી નિસ્પૃહતા, આજે નહીં તે કાલે, તને જરૂર આત્માની પ્રતીતિ કરાવશે. કારણ એ ભાવે જ આત્માનુભૂતિ માટેનાં શ્રેષ્ઠ સાધને છે. ત્યાગ - વૈરાગ્યાદિને સાધન રૂપે સેવવાનાં છે. આ સાધનમાં યથાર્થતા પ્રગટે તે એ તેના બાહ્ય માળખામાંથી બહાર નીકળી, આગળ વધી