________________ પ્રાપ્તિ તણાં નિદાન આનું સમાધાન એ છે કે આધ્યાત્મિકતાનું મહત્ત્વ જ જીવને સમજાયું નથી. આધ્યાત્મિકતા જે જીવનની પળેપળની પ્રવૃત્તિમાં વણાઈ જાય તે એક અદ્ભુત કાતિ જીવનમાં ઘટિત થાય છે, એનું ભાન જ નથી. ઇતિહાસમાં એવા સચોટ અને સાક્ષાત દાખલાઓ જોવા મળે છે કે જેઓ પૂર્વ જીવનમાં ખૂબ જ અધમતાથી ભરેલા હતા. પણ જ્યારે તેઓને આધ્યાત્મિકતાની મહત્તા સમજાણું અને જીવનના મુખ્ય અંગ તરીકે તેને સ્વીકાર થયે, ત્યારે તેઓ પામરમાંથી પરમાત્મા બની ગયાં. સર્વ પ્રથમ તે જીવને અંતરમાં એ વસી જવું જોઈએ કે સત્યના ચરણમાં સર્વસ્વનું સમર્પણ, એ જ જીવનની સર્વોચ્ચ ઉત્કાન્તિ છે. જીવનમાં તેનાથી વધીને કેઈ ધ્યેય, માતાઓ કે પુરુષાર્થ નથી. આવા સમર્પણ માટે એક અચલ, અકંપ, દઢ નિર્ધાર જોઈએ. પછી ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિ આવે. અરે ! સર્વસ્વ લૂંટાવી દેવું પડે તે પણ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની જેમ કરેલા નિર્ણયમાંથી એક તસુ માત્ર પણ પાછા ન હટવું, એ અડેલ આત્મ - વિશ્વાસ અત્યંત આવશ્યક છે. આનું કારણ પણ એ જ કે, આવી નિર્ણયાત્મક સ્થિતિ એ જ આધ્યાત્મિકતાને મૂળ પાયો છે. પાયાની મજબૂતાઈ પર જ ઈમાસ્તની ઉચ્ચતા અને આલીશાનતા નિર્ભર છે. જે પાયે નબળો હોય તે તે ઊંચે સુધી પહોંચેલા બંધારણને કડડભૂસ કરી જમીનદોસ્ત કરી નાખે. સાધના માર્ગે પણ પાયાની સુદઢતા અત્યંત આવશ્યક મનાઈ છે. અન્યથા પાયાની કચાશ, સાધનાને સુગ્ય રૂપે આગળ નહીં વધવા દે. પછી સિદ્ધિની તો વાત જ કયાં? માટે જ ડગમગતી સ્થિતિ ન જોઈએ. એટલે :ડગમગતો પગ રાખ તું, સ્થિર મુજ દૂર નજર છે ન જાય દૂર માર્ગ જેવા લોભ લગીર ના મારે એક ડગલું બસ થાય મારે એક ડગલું બસ થાય . આરાધના પથની નક્કર ભૂમિ પર દઢતાપૂર્વક ઉપાડેલું માત્ર એક ચરણ પણ બસ થઈ પડે છે. એવું ચરણ કે ઉપડયા પછી સિદ્ધિ લઈને જ વિરમે. આત્મનિર્ણય પૂર્વકનું અલ્પ સમયનું વ્રત અનુષ્ઠાન પણ અંતે સિદ્ધિનું કારણ બને છે. માટે પ્રથમ દઢતા પછી જ વિકાસ સંભવે.