________________ 47 વૈરાગ્યાદિ સફળ તે “ના વાવ = કે, રાહી સાદ ન દફg जाधिन्दिया न हायन्ति, ताव धम्म' समायरे // " વૃદ્ધાવસ્થા પડે નહીં, વ્યાધિઓ વધે નહીં, ઈદ્રિયે શિથિલ ન થઈ જાય તે પહેલાં ધર્મ કરી લે, આ બધું કરવાનું કારણ શું છે તે કહ્યું : વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન વૈરાગ્યની સફળતા ત્યાં છે કે જ્યાં તેની સાથે આતમજ્ઞાન હેય. પણ આતમજ્ઞાન ક્યારે થાય ? જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” જડ પદાર્થ પ્રત્યેની ઉદાસીનતા ! જડ પદાર્થ સુખ કે દુઃખ આપી શકે નહીં. તેમાં એ શક્તિ જ નથી. આવી સચેટ શ્રદ્ધા જ્યારે જાગે છે ત્યારે જડ પ્રત્યેને રાગ તૂટે છે અને તે તરફ ઉદાસ ભાવ જાગે છે. અને એ ભાવ જીવને આત્મવૃત્તિ તરફ લઈ જાય છે. જડમાં સુખ નથી તે પછી આત્મામાં શોધવાના પ્રયાસ થાય છે. પણ અહીં તમને એ પ્રશ્ન થશે કે આવી ઉદાસીનતા આવે ખરી ? હા-આવે ! જેને આત્મ લક્ષ છે તેને આ ઉદાસીનતા આવે છે. પુરાણકાળની એક વાત કહું તમને ? ચારે વેદ અને અનેક શાસ્ત્રોને જાણકાર એક પ્રકાણ્ડ વિદ્વાન બ્રાહ્મણ હતે. વાદ-વિવાદની સભાઓમાં જેણે અનેકને હરાવ્યા હતા અને એના કારણે એ મહા ઘમંડી પણ હતું. એ સમજતું હતું કે તેના જે જ્ઞાની બીજે કઈ હોઈ શકે જ નહીં. આવા અહંકારમાં એ રાચતે હતે. બંધુઓ ! અહં બહુ જ ભયંકર ચીજ છે. તેનું કઈ માપ નથી હતું. માનવી અહંથી ઊંચે ઉઠવા માંગે છે પણ તે ન જાણે એ રીતે તેને એ પતનની ઊંડી ગુફામાં ધકેલી દે છે. આ બ્રાહ્મણને કયાંયથી પણ ખબર પડે કે કઈ સાધુ-સંત-જ્ઞાની પુરુષ આવ્યા છે તે તરત તેમની પાસે પહોંચી જાય, અને અટપટા પ્રશ્નો પૂછી તેમને હરાવવાની પેરવી કરે. તેના પ્રશ્નો જ એવા હોય કે સામી વ્યક્તિ પાસે તેને જવાબ ન હોય. અને જવાબ ન મળે તેથી પિતાના વિજય પર ગર્વ કરે. ફૂલાય.