________________ 46 હું આત્મા છું લે, અને આ ભાવના જ્યારે આત્મસાત્ થાય ત્યારે જ સાચે વૈરાગ્ય પેદા થાય. જ્ઞાનીઓએ જે સૂત્ર આપ્યાં છે એ આપણી મનોવૃત્તિને જાણીને જ આપ્યાં છે. તમારા જેવા જ સૌને જાણીને એના પર તમારું વાત્સલ્ય ફેલાવી દે. જે વાત્સલ્ય તમારી પત્ની કે પરિવાર પર છે તેને આખા યે વિશ્વના સમસ્ત આત્માઓ પર વહાવી દે તે એ રાગનું વિસ્તૃતીકરણ થઈ જશે. અને એ જ વૈરાગ્ય છે. સીમામાં બંધાયેલા રાગ ફેલાઈ જાય તે તેને છૂટતાં વાર ન લાગે. નાના વાસણમાં પડેલા પાણીને સૂકાતાં દિવસે જ નહીં મહિનાઓ લાગે, પણ જે એ જ પાણી વિશાળ જગ્યામાં ફેલાવી દેવામાં આવે તો થોડી મિનિટોમાં જ સૂકાઈ જાય. તેના માટે પ્રયત્ન પણ ન કરવો પડે. એ જ રીતે મેં પહેલાં કહ્યું તેમ આ જીવનની અંદર ઈદ્રિના વિષયને ભેગવતાં ભેગવતાં ધરાઈએ છીએ, થાકીએ છીએ ત્યારે એના પ્રત્યે જે ઉદાસીનતા આવે છે એ જો સમજણ પૂર્વક આવે તો તે સહજ રૂપે ત્યાગનું સ્વરૂપ ધારણ કરે. વયના વધવા સાથે જે ઉદાસીનતા આવે છે તે નહીં, ઉંમર વધી એટલે ઉદાસીનતા આવી એમ નહીં. ગમે તે ઉંમરના હોય પણ માણસે એમ વિચારતા હોય છે કે હજી તે આપણે ભેગવવાનો સમય છે. ભેગવી લે. મારા ત્રીશ-પાંત્રીશ કે ચાલીશ વર્ષનાં ભાઈ-બહેને ને, જ્યારે કંઈ ત્યાગની વાત કરીએ ત્યારે તેઓ એમ કહેઃ મહાસતીજી! હજી તે અમારી ભેગવવાની ઉંમર છે. પાંચે ઇંદ્રિાના વિષયને ભેગવી લઈએ! તે નહીં ભોગવવાની ઉંમર કઈ ? તે કહેશેઃ સાઈઠ પછી. તે પછી છોડવાનું કહેજે. અરે, ભાઈ ! પછી તે તું ભગવી જ નહીં શકે. તને ઘણી જાતના Restriction નડશે. શરીર ને ઈ દ્વિયે કામ નહીં આપે. સમાજની માન્યતાઓ આડી આવશે. તારા જુવાન દિકરા-વહુ-દિકરીઓને જોઈને એમ થશે કે મારે હવે આ ન ભેગવાય. અને કાં તે વચમાં જ જીવનલીલા સંકેલાઈ જશે. પછી તે અમે તને શું કહેવા આવીએ? જ્ઞાનીઓએ જ ન ભેગવવાને સમય કર્યો અને ધર્મ કરવાને સમય કર્યો તે બતાવતાં કહ્યું, છે :