________________ 38. હું આત્મા છું એમનું જાગૃત આત્મભાન એમને સ્વભાવદશા તરફ દોરી ગયું હશે અને એમની પરિણામ-ધારાએ કહ્યું હશે કે જે બળે છે તે હું નથી. હું કદી બળું નહીં, બળે છે તે મારું નથી. ચૈતન્ય, એ જડ. માટે તે મારૂં નથી. અને ફરી આત્મ- ધ્યાનમાં લીન થઈ ગયા હશે. એ લીનતાએ સર્વ મેહ પરિણતિને અલ્પ સમયમાં જ છેદી નાખી. અને તેથી જ કેવળ લક્ષમીને વરી ગયા. બંધુઓ ! આવડા મટા શ્રેષના નિમિત્તને પણ તટસ્થ ભાવે નિહાળનાર એ મહાત્મા જ ખરેખર જ્ઞાની હતા. મોક્ષમાર્ગે વિચરનાર મહાન વિદેહી પુરુષ હતા. તેઓ કદી બોલ્યા નહીં હોય કે હું નિમિત્તાતીત છું, તે પછી આ બધું સહવાની શી જરૂર છે. મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે. માત્ર વાણુંની વાફાલથી તેઓએ કદી કોઈને રંજિત નહીં કર્યા હોય. પરંતુ અંતરતમના ઊંડાણની ભવભવની સાધનાથી સહજરૂપે, સ્વાધીન આત્મદશામાં રાચનાર એ મહાપુરુષ ખરેખર, નિમિત્તાતીત થઈને સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી ગયા. જ્ઞાની તે તેજ કે જેને દેહાધ્યાસ છૂટી ગયું હોય. દેહ અને આત્માનું ભેદ-વિજ્ઞાન જેને લાગ્યું હોય. અરે ! સર્વથા દેહાધ્યાસ ન છૂટે તે ય અંશે તે છૂટે ને ? ગજસુકુમાલની વાત તે બહુ ઊંચી છે. અત્યારે આપણે એટલી ઊંચાઈએ ન પહોંચી શકીએ અને આપણને આવા ઉપસર્ગો આવવાની સંભાવના પણ ખૂબ ઓછી છે. ત્યારે આપણે જે પ્રયાસ કરીએ તે જરૂર નાના નાના નિમિત્તોથી બચી શકીએ. અને એમ રાગશ્રેષની મંદતા કેળવાતી જાય. અને એ જ છે મહાવેશને ત્યાગ. પણ આ બધું ત્યારે જ થાય કે જ્યારે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકી શુષ્ક જ્ઞાનીની જેમ વાતે મોટી હોય અને આચરણમાં મીંડું હોય તે શું વળે? તેથી જ કહેવામાં આવ્યું કે કેટલાક જી જડ ક્રિયાને મોક્ષને માર્ગ સમજી બેઠા છે તે કેટલાક જીવે જ્ઞાનની માત્ર વાતને જ મેક્ષમાર્ગ માને છે. જડ કિયાવાદી અને શુષ્કજ્ઞાનવાદી બનેની દષ્ટિ માત્ર ફળ ઉપર રહેવાના કારણે સ્વાર્થની કામનાઓથી કલંકિત હોય છે. તેથી તેઓ બનેથી થતાં કર્મો નિષ્કામ હોઈ જ ન શકે. અને મુકિત તે સંપૂર્ણ