________________ શુષ્ક જ્ઞાની 37 પીવાનો મોહ જાગૃત થયે અને એ મેહમાં લપસી પડાયું. આમ પણ જ્ઞાનની મેટી મોટી વાતો કરનારના જીવનમાં મેહ ભાવને એક અંશ પણ ઓછો થયેલ ન હોય એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે. તેથી જ કહ્યું છે કે વતે મહાશમાં........ રાગ અને દ્વેષ અને મોહનાં જ રૂપ છે. રાગનું નિમિત્ત મળતાં જીવ રાગના આવેશમાં તણાઈ જાય, ક્રોધનું નિમિત્ત મળતાં તે આવેશમાં તણાઈ જાય. સાધારણ રીતે જોઈએ તે આપણું હસવું કે રડવું, સુખી થવું કે દુઃખી થવું, બધું જ નિમિત્તોને આધીન છે. આપણને કઈ હસાવે તો હસી લઈએ, કઈ રડાવે તો રડી ઊઠીએ. બેમાંથી કેઈપણ નિમિત્ત આવ્યું હોય તે એ નિમિત્તને છેડી શકતા નથી. રાગના નિમિત્તે રાગ ઉદયમાં આવે તે આપણે એવું વિચારવા ટેવાયેલા નથી કે આ મારું સ્વરૂપ નથી. ભલે નિમિત્ત આવ્યું. મારે રાગ કર નથી. એ જ રીતે કેધાદિ શ્રેષનું નિમિત્ત ઊભું થાય ત્યારે પણ તટસ્થ રહીને કહી શકીએ કે નિમિત્તે તેના સ્વભાવે અને હું મારા સ્વભાવે. મારે કેધ કરે નથી. હર્ષ કે શેક કોઈપણ નિમિત્ત આવે તેમાં મારે ભળવું નથી. હું વિચારું કે હું નિમિત્તાધીન નહીં પણ નિમિત્તાતીત છું. બંધુઓ! જે ઉદયમાં ભળે નહીં તેને ગમે તેવું નિમિત્ત હોય, કંઈ કરી શકે નહિ. વિચારો ! આપણા શાસ્ત્રમાં ગજસુકુમાલ મુનિની વાત આવે છે. તેમના શિરે અંગારા મૂકાયા. બહુ જ ભયંકર નિમિત્ત આવીને ઊભું છે. એ સમયે ગજસુકુમાલે શું કર્યું હશે ? એમને શું થયું હશે ? નિમિત્ત તે એવું હતું કે જે એમાં ભળી જાત તે વિપરીત માર્ગે ચાલ્યા જાત. પૂર્વ ભવના વેરીએ વેરને બદલે લેવા મારણાંતિક ઉપસર્ગ આપે છે. એવા વખતે તેઓની આત્મદશા કેવી હશે ? મને લાગે છે કે તેઓને દેહાધ્યાસ સર્વથા છૂટી ગયે હશે કે જેથી અસહ્ય વેદનાની ક્ષણોમાં પણ તેઓએ વેદન નહીં કર્યું હોય. દેહ પ્રત્યે લક્ષ જ નહીં હોય, જેથી ગમે તે થાય તેઓને ખબર જ ન હોય, અને કદાચ ધ્યાનથી ખલિત થયા હશે, મસ્તકના અંગારા ચામડી-હાડકાં બાળી રહ્યા હશે. ભયંકર પીડાને અનુભવ થાય એવો સંગ છે એ ખ્યાલ પણ આવ્યું હશે. અને કદાચ એકાદ ક્ષણ એ પીડાને વેદી પણ હશે . પરંતુ તરત જ બીજી ક્ષણે