________________ T સ્વાધ્યાય પુષ્પસૌરભ - ઢાળ બીજી પૃથ્વી પાણી તે, વાઉ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યાએ; કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણવીયાંએ. 1 ઘર આરંભ અનેક, ટાંકા લેયર, મેડી માળ ચણાવીયાએ; લીંપણ ગુપણ કાજ, એણી પરે પરે, પૃથ્વીકાય વિરાધી બએ. 2 ધોયણ નાહણ પાણી, ઝીલણ અપૂકાય, તિતિ કરી હત્યાએ; ભાઠીગર કુંભાર, લેહ સેવનગરા, ભાડભું જ લીહાલાગરાએ. 3 તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ; એણે પરે કર્માદાન, પરે પરે કેલવા, તેઉવાઉ વિરાધીયાએ. 4 વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયાએ; પોંક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુંઘાં આથીયાંએ. 5 અળશીને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પલીયાએ ઘાલી કેલુ માંહે, પીલી સેલડી, કંદ મૂળ ફળ વેચાયાંએ. 6 એમ એકેન્દ્રિય જીવ હણ્યા હણાવીયા, હણતાં જે અનુમદિયાએ; આભવ પરમવ જેહ, વલીભાભવ,તે મુજ મિચ્છામિ દુક્કડંએ.૭ કમી સરમીયા કીડા, ગાડર ગંડેલા, ઈયલ પિરા અલશીયાએ, વાળા જળ ચુડેલ, વિચલિત રસતણા,વળી અથાણ પ્રમુખનાંએ.૮ એમ બેઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડેએ; ઉધહી નું લીબ, માંકડ, મઠડા, ચાંચડ કીડી કુંથુઆએ. 9 ગહિ ઘીમેલ, કાનખજુર, ગીગોડ ધનેરીયાએ, એમ તેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છા મિ દુક્કડંએ. 10