________________ 164 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ૩ક્લાઈવનું ઇગ્લેંડ પાછા ફરવું, તેની હેરાનગતી અને તેનું મરણ, (સને ૧૭૬૭)–ઉપર વર્ણવેલાં કામ સિવાય લાઈવે બીજી અસંખ્ય બાબતમાં માથું મારી અંગ્રેજી રાજનીતિ સુધારવા માટે મહેનત કરી. નવી મળેલી રાજસત્તાને લીધે ઉદ્ધવેલા નવીન પ્રશ્નોને તેણે સતપકારક ખુલાસે કર્યો, લશ્કરમાં દેશી પલટણે ઉભી કરી, દેશી પિલીસની સ્થાપના કરી, અને લશ્કરમાં બળ ફાટી ઉઠે નહીં તે અર્થ ઘણું સખત નિયમ ઘડ્યા. કામના આવા અસહ્ય બેજા હેઠળ તેને બીલકુલ વિશ્રાંતિ નહીં મળવાથી સને 1765 માં ઉપરી અધિકારીઓને પિતાની પ્રકૃતિ સારી ન ચાલતી હોવાને સબબે કામ ઉપરથી છેડવવા તેણે વિનંતિ કરી. આ પત્રને માર્ચ 1766 ને જવાબ કલાઈવને છેક ડીસેમ્બરમાં મળે, તેમાં ડાયરેક્ટરેએ તેના કામ બાબત ભારે સ્તુતિ કરી હતી, અને જણાવ્યું હતું કે “તમે દરેક બાબતમાં કંપનીના ખરા હિત માટે એટલી દક્ષતા દાખવી છે, હરેક ભાંજગડનો નિકાલ એટલી ઝડપથી કર્યો છે, અને જ્યાં ત્યાં શાંતિ અને વ્યવસ્થા એટલી ત્વરાથી કર્યો છે કે તે માટે તમારી જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી. ગમે તેમ કરી બીજું એક વર્ષ હિંદુસ્તાનમાં રહી હાથ ધરેલાં કામ આટોપી નાખશે તે અમારા ઉપર મેટો ઉપકાર થશે. આ પત્રની પ્રત્યેક લીટીમાં એટલે વિનય અને આજીજી દર્શાવવામાં આવ્યાં છે કે કઈ પણ કલાઈવને માટે ધન્યવાદના ઉદ્દગારે કહાડ્યા વિના રહેશે નહીં. આ પત્ર કલાઈવને મળે ત્યારે ઉપાડેલાં ઘણુંખરાં કામ પુરાં થઈ ગયાં હતાં, અને તે વેળાની પરિસ્થિતિ જોતાં વધારે કરવાનું તેને માટે શક્ય નહોતું. આ વેળાના કારભારમાં જેવી રીતે તેણે કેટલાકની દુશ્મનાવટ બહેરી લીધી હતી, તેમ તેણે ઘણુકેના ગુણની પરીક્ષા કરી તેમને આગળ આણ્યા હતા, અને તેથી હવે પછીના કારભારને પુષ્ટી મળી હતી. હિંદુસ્તાન છેડી જવા પહેલાં તેણે લખેલા છેવટના લેખમાં ભવિષ્યનાં રાજ્યકારભારનું ધેરણ નમુદ કર્યું હતું, અને તેમાં આગ્રહથી જણાવ્યું હતું કે “માત્ર હુકમ કરી બેસી રહેવાથી કંઈ કામ થશે નહીં, પણ તે ઢતાથી અમલમાં મુકાવો જોઈએ.” વળી તેણે તાકીદ કરી હતી કે