________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. 631 પ્રકરણ 23 મું. કલાઇવની રાજ્યવ્યવસ્થા, સને 1765-1766, 1. કલાઈવને માલમ પડેલ ઘોટાળો. 2. દેશની પરિસ્થિતિનું સમાચન. 3. કલાઈ કરેલી વ્યવસ્થા. 4. બંગાળાની દીવાની અને ડબલ-ગવર્નમેન્ટ, 5. અંગ્રેજ લશ્કરનું બંડ. 1, કલાઇવને માલમ પડેલે ઘોટાળા, -બ્લાસીની લડાઈ પછી બંગાળાના કારભારમાં વખતોવખત થતા ગયલે ફેરફાર ધ્યાનમાં રાખી રાજ્યની કાયમની વ્યવસ્થા ઠરાવવાનું કામ સહેલું નહોતું. સમુદ્ર માર્ગ હિંદુસ્તાનમાં દાખલ થઈ ત્યાં રાજ્ય સ્થાપવાને નવીન પ્રયોગ અંગ્રેજ લેકે કરી બતાવતા હતા, પરંતુ તે પ્રમાણે કંઈ નિશ્ચયપૂર્વક અમલ થતાં તેમને ઘણી અડચણ નડી એમાં કંઈ નવાઈ નહતી. ખરું કહીએ તે પ્લાસીની લડાઈ બાદ બંગાળામાં અંગ્રેજોની સંમતિ વિના એક પાંદડું પણ હાલી શકતું નહીં, તોપણ વેપાર ધંધાને બુરખ કહાડી નાંખી ખુલ્લી રીતે સઘળું રાજ્ય તાબામાં લેવાનું તેમને માટે શક્ય નહોતું, તેમજ હમણે તેમની ઈચ્છા પણ નહતી. એક તરફથી દેશી સત્તાધીશોનું માન જાળવી, બીજી તરફથી તેમને પિતાની મુઠીમાં રાખવા એવાં બે વિરૂદ્ધ કામે તેમને કરવાનાં હતાં. આ સ્થિતિમાં રાજ્યકારભાર અવ્યવસ્થિત તથા અનિયમિત થાય તેમાં કંઈ વિશેષ નહેતું. વળી નવાબની તીજારી જોવાઈ ગઈ હતી. કર્નાટકના યુદ્ધમાં મદદ કરવા માટે બંગાળામાંથી નાણું મેકલવું પડેલું હોવાથી કંપનીને સંચય પણું ખલાસ થયો હતો. બંગાળામાં રહેલું છ હજાર માણસનું લશ્કર નવાબનું સંરક્ષણ કરવા સમર્થ હતું, પણ તે પિતાની ફેજને રજા આપવા ખુશી નહે. આ ફેજને વખતસર પગાર નહીં મળવાથી તે હમેશાં બંડખોર વૃત્તિમાં મચેલી રહેતી. રાજ્યના જમીનદારે પણ તેફાની થયા હતા, પશ્ચિમ તરફથી મરાઠાઓ હલ્લો લાવતા હતા, અને ખુદ શાહજાદા પિતાને . અધિકાર બેસાડવા માટે નવાબના મુલક ઉપર ભમ્યા કરતો હતો. બીજી