________________ 630 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માટે બન્યા તેટલા પ્રયત્ન કર્યા છે. જ્યાં સુધી આપણું લશ્કરને દાબ મજબૂત છે ત્યાં સુધી આપણે આ ખેલ નીભશે. નહીં તે યુરોપિયનેને નમી ચાલવાને તેને શું કારણ છે? બંગાળાને હાલને તરૂણ નવાબ વ્યસની અને દુર્બળ છે; આસપાસનાં માણસોની ઉશ્કેરણીથી તે ક્યારે શું કરશે તે કળી શકાતું નથી, અને તેથી જ તેના હાથમાં યત્કિંચિત અધિકાર મુકો બીલકુલ ઉપયોગી નથી. પ્રાંતની મહેસુલ તથા ફેજ એ બન્ને બાબતે સંપૂર્ણપણે આપણું હાથમાં રાખવી જોઈએ. એ વિશે સહજ પણ દુર્લક્ષ કરવાથી આપણને અહીંથી નીકળી જવું પડશે.” કલાઈના ઉદ્ગાર ઉપરથી તે વખતના બનાવો ખુલ્લી રીતે જાહેર થાય છે. સન 1765 ના જુલાઈ મહિનામાં તેણે નવાબને 53 લાખની નિમણુંક બાંધી આપી, અને ત્રણ મહિના રહી તે ઘટાડી બેતાળીસ લાખ કરી. બીચારા નજમ-ઉદદૌલાએ પંદર મહિના કારભાર કરી તા. 28 મી મે, 1766 ને દીને દેહ છોડી. એની પછી તેને ભાઈ સૈફ-ઉદ-દેલા નવાબ થયો ત્યારે તેની નિમણુક છત્રીસ લાખ ઠરાવવામાં આવી. ચાર વર્ષ પછી આ સંક-ઉદ-દૌલા 1770 ના માર્ગની તા. 10 મીએ ગુજરી જતાં તેના નાના ભાઈ મુબારક-ઉદ-દૈલાને અંગ્રેજોએ બત્રીસ લાખની નિમણુક બાંધી આપી, પણ ડાયરેકટરોએ એકદમ તે સેળ લાખ જેટલી ઘટાડી દીધી, અને તેવી જ રીતે તેના દીવાન મહમદ રીઝાખાનની નવ લાખની નિમણુંક પાંચ લાખની કરી. “આ મુબારકને પણ દુનીઆમાંથી થોડાજ વખતમાં ગાંસડા બાંધવા પડશે, અને તેના મરણ પછી ગજશાળામાંથી એકાદ મોટા હાથીને નવાબની જગ્યા ઉપર બેસાડયે તે તે પણ ચાલી શકે એમ છે; કેમકે ભપકાજ બતાવવાનું હોય તે હાથીના જેવું બીજું કઈ પ્રાણ તે કામ માટે યોગ્ય નથી; તેનું આયુષ્ય લાંબું હોય છે, તેને તાબામાં લાવતાં ઘણી મુશ્કેલી પડતી નથી; અને માનવી નવાબ કરતાં તેને ખર્ચ પણ ઘણું કમી આવશે.* * Bolt's considerations,