________________ 612 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જમીનદારો પાસેથી ચડી ગયેલી મહેસુલ એકઠી કરી, લશ્કરમાંનાં સઘળાં નકામાં માણસને કહાડી મુકી ફ્રેન્ચ, જર્મન, આિિનયન વગેરે અનેક લેકેને નેકરી રાખી ફેજમાં યુરોપિયન પદ્ધતિ ઉપર સુધારણા કરી. આ કામમાં આભેંસ પ્રાંતના ક્રેકો-જર્મન જાતિને રેનાડ (Reinhard) નામને ઈસમ તેને ઘણો ઉપયોગી થઈ પડ્યો. એણે લેના હાથ હેઠળ લશ્કરી તાલીમ લીધી હતી, અને દેઢ વર્ષની અંદર અનેક વેળા અંગ્રેજો તથા કેન્ચની નેકરીની અદલાબદલી કરી હતી. તેના કદરૂપા ચહેરાને લીધે તેને “બર” (Sombre) ના અંગ્રેજી નામથી લેકે ઓળખતા હતા. પાછળથી “સેંબર” શબ્દનું હિંદુસ્તાની રૂ૫ “સમરૂ થયું, અને એ નામે એ ગ્રહસ્થ પ્રસિદ્ધિમાં આવ્યો. એની સુચના તથા સલાહ અનુસાર મીરકાસમે એક ઉત્કૃષ્ટ ફેજ તૈયાર કરી, અને તોપ બનાવવાનું કારખાનું ઉઘાડી તે ઉત્તમ પ્રકારની તોપ તૈયાર કરવા લાગે. પટનાના કારભારી રામનારાયણે અંગ્રેજોની મહેરબાની મેળવી હતી, અને અનેક વિકટ પ્રસંગે તેમને પક્ષ તેણે સંભાળ્યો હતો. આ હકીકતમાં તેના ઉપર મીરકાસમને ડળે હેવાથી રામનારાયણે અંગ્રેજોની મદદ માંગી, પરંતુ તે તેને મળી નહીં એટલે મીરકાસમે તેની સઘળી સંપત્તિ છીનવી લીધી. આવી રીતે ચાલતા અંગ્રેજ તથા મીરકાસમ વચ્ચેના ટંટાને ઉગ્રરૂપ આપવામાં જકાતની માફીએ સહાનુભૂતિ આપી. આ જકાત માફીને ઇતિહાસ વખતે વખત આગળ આપવામાં આવ્યું છે. પ્રથમ એ માફી કંપનીના પરદેશ જતા તથા ત્યાંથી આવતા માલ માટે હતી, પરંતુ પાછળથી અહીંના ઘણું ખાનગી વેપારીઓને માફીને દસ્તક નામનો પરવાને અંગ્રેજો આપવા લાગ્યા. તેમણે આ દસ્તકને વહિવટ દેશમાંના સ્થાનિક વેપારને પણ લાગુ કરવાથી બંગાળા પ્રાંતમાંના ઘણાખરા નદી માર્ગે ચાલતા વેપારમાંથી ઠેકઠેકાણાનાં નાકા ઉપર પૂર્વે નવાબને મોટું ઉત્પન્ન મળતું તે હવે બંધ પડયું હતું, અને તેને તેમજ દેશી વેપારીઓને સર્વ રીતે નુકસાન થયું હતું. કરેલા હુકમ પ્રમાણે અંગ્રેજો વર્તે છે તે કરાર પાર પાડવાને નવાબ તૈયાર હતું, પણ તેમને પૈસાને એટલે બધે લેભ લાગ્યું હતું કે ઉપર કહેલા