________________ 611 પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. તેના બદલામાં મીરકાસમે દરસાલ બંગાળામાંથી છવીસ લાખનું વસુલ બાદશાહને ભરવાની કબૂલાત આપી. આ બાબત જે કંઈક ચમત્કાર છે તે એટલો જ છે કે જે પ્રાંતમાંથી અલિવદખાને પ્રત્યેક વર્ષ એક કરોડ રૂપીઆનું વસુલ બાદશાહને આપ્યું હતું તે પ્રાંતમાંથી વાર્ષિક છવીસ લાખ મળવાથી ઘણું મળ્યું હોય એમ શાહઆલમને લાગ્યું. બરદવાન, ચીતાગાંગ, અને મદનાપુર પિતાને આપેલાં હતાં તે માટે અંગ્રેજોએ બાદશાહનું ફરમાન માગ્યું, પરંતુ તે પ્રાંતનું વસુલ દરસાલ બાદશાહી તીજોરીમાં અંગ્રેજો આપે તે તેમની માંગણું કબૂલ કરવાનું જ્યારે તેણે જણાવ્યું ત્યારે તેઓ નિરાશ થયા. વળી શાહઆલમે પિતાને દિલ્હી પહોંચાડવા માટે અંગ્રેજોને આગ્રહ કર્યો, પણ અત્યારથી આવા ભગીરથ પ્રયત્ન ઉપાડવા માટે તેઓ હિંમત કરી શક્યા નહીં. વિશેષમાં બાદશાહે અંગ્રેજોને બંગાળાની દિવાની આપવા જાહેર કર્યું, પણ મીરકાસમ સાથે ટટ થવાની હી કે વન્સિટાર્ગે તેને સ્વીકાર કર્યો નહીં. - 2, મીરકાસમને અંગ્રેજો સાથે ટો:–મીરકાસમ ભારે અભિમાની પુરૂષ હતું એમ આગળ કહેવામાં આવ્યું છે. તેનામાં સુરાજઉદ-દૌલાના જેવી હિમત હતી, અને નિશ્ચય તથા ધૂર્તતા એ ગુણ વધારે હતા. સને 1761 ના જુન માસમાં બાદશાહની સાથે ચાલેલી ભાંજગડમાંથી મોકળા થતાં જ તેણે અંગ્રેજોનું ઉપરીપણું કહાડી નાંખી નવાબની પૂર્વની સ્વતંત્રતા મેળવવા પ્રયત્ન ચલાવ્યો. અંગ્રેજોને અનુકૂળ હોય તેવા પણ પિતાની વિરૂદ્ધના જે અમલદારે રાજ્યમાં હતા તેને ગમે તે સબબે, કિંવા તેમના ઉપર ગમે તેવા આરોપ મુકી તે દૂર કરવા લાગે, અને તેમની જગ્યાએ પિતાના ભરોસાના અને પ્રસંગ પડતાં દ્રઢતાથી કામ કરનારા ઈસમે તેણે નીમ્યા. મુર્શિદાબાદ શહેર કલકત્તાની પાસે હોવાને લીધે ત્યાં નવાબ ઉપર અંગ્રેજોને સેહ સહેલાઈથી બેસી શકે એમ હોવાથી અહીંથી સુમારે ત્રણ માઈલ આવેલા ગીરના મજબૂત શહેરમાં તેણે પિતાનું થાણું કર્યું, અને ત્યાં કિલ્લેબંધી કરી પિતાને બદબસ્ત પાકે કર્યો. રૈયત પાસેથી સખતાઈથી તે વસુલ ઉઘરાવવા લાગ્યો, તેણે પિતાને ખર્ચ કમી કર્યો,