________________ પ્રકરણ 2 જુ.] યુરોપિઅનની શરૂઆતની ધામધુમ. 45 થયાં હતાં કે તે જોઈ રાજાઓને પણ અદેખાઈ આવે. બ્રુસને વૈભવ થેડા જ વખતમાં એન્ટવર્પ ભોગવવા લાગ્યું, અને ઍગ્સબર્ગના વેપારીએનું માન ઘણું વધ્યું. વેપારનાં આ ગુઢ પરિણામે હંસસમાજના વૃતાંત ઉપરથી ખુલ્લાં જણાઈ આવે છે. 3. હંસ-સમાજ (Hanseatic League).—ઈટાલીના સ્વતંત્ર રાજ્યને વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે ઉત્તર યુરોપમાં સ્થપાયેલી હસ-સમાજ નામની એક વેપારી સંસ્થાની હકીકત જાણવા જેવી છે. ડેન્માર્ક, સ્વીડન, નૈ વગેરે દેશના પુષ્કળ લેકે જર્મન અને બાટિક સમુદ્રમાં ચાંચીને ધંધો લઈ બેઠા હતા અને ત્યાંના વેપારને પીડા કરતા હતા. એમના તરફથી થતો ઉપદ્રવ અટકાવવાના હેતુથી હંસ-સમાજ હસ્તીમાં આવી હતી. નવમા સૈકાના સુમારમાં યુરોપના ઉત્તર કિનારા પરનાં શહેરના વેપારીઓએ સ્થાપેલી પિતાની એક સમાજ ચાલતી હતી, એવામાં સને 1169 ના અરસામાં હેમબર્ગ અને લુબેકે નામનાં શહેરેએ અરસપરસ તહ કરી વેપારનું રક્ષણ કરવા નિશ્ચય કર્યો. ધીમે ધીમે અનેક શહેરે તેમની સાથે જોડાયાં. આગળ જતાં હાઈન નદી ઉપર આવેલું કોલેન શહેર આ સંઘમાં દાખલ થવાથી ઉત્તર તરફની આ વેપારી સમાજને લાગવગ બહાઈન નદી મારફત દક્ષિણ યુરોપમાં દાખલ થયો. સને 1300 માં આ સમાજમાં યુરોપની •ઉત્તર તરફનાં સીત્તેર શહેરો દાખલ થયાં હતાં. આ સંસ્થાનાં મુખ્ય સ્થાન લુબેકમાં સમાજની સભાઓ વારંવાર ભરાતી, અને ત્યાં થયેલા ઠરાવ તથા નિયમ સર્વને પાળવા પડતા. શરૂઆતમાં સમાજને હેતુ પિતાનાં અંગભૂતને બચાવ કરવાનો જ હતો, પણ ધીમે ધીમે તેમાં વેપારવૃદ્ધિનું તત્વ ઉમેરાવાથી સમાજની આબાદી થવા લાગી. કેટલીક વસ્તુઓને વેપાર માત્ર તેમના જ હાથમાં હેવાથી બીજા કેઈને તે જણસને વેપાર કરવાની છુટ નહતી. દરીઆ ઉપર ચાંચીઆઓનો ઉપદ્રવ નિર્મળ કરી, જમીન ઉપર લુટારાઓને ત્રાસ બંધ પાડી અને વ્યવસ્થિતપણે વહિવટ કરવા માટે ઠરાવેલા નિયમે દ્રઢપણે બજા લાવી આ સમાજે યુરોપની વેપારી રીતભાતમાં પુષ્કળ સુધારો કર્યો. દેશની