________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રાખવા માટે બે વકીલે નીયત કર્યા. આથી મુસલમાને તરફને દ્વેષભાવ કંઈક અંશે કમી થતાં બેઉ વિધર્મી પ્રજા વચ્ચે કેટલાક સમય મિત્રા ચારી રહી. આ વેળા યુરોપનાં રાજ્યોની અંતઃસ્થિતિ પણ વેનિસના વેપારને અનુકૂળ હતી. ઈગ્લેંડના લોકોમાં કુસંપને લીધે તડ પડી ગયાં હતાં અને તેઓ માહમાંહે લડતા હોવાથી વેપાર ઉપર તેઓનું લક્ષ લાગતું હતું નહીં. કાન્સમાં પુષ્કળ ગેરવ્યવસ્થા ચાલતી હતી. પેન દેશ મુસલમાનના કબજામાંથી હમણાજ છુટયો હતો, અને તેનાં સર્વ અંગભૂત એકત્ર થયાં નહોતાં. પોર્ટુગીઝ ખલાસીઓ હજી નિદ્રાવશજ હતા, ત્યારે વેનિસની સત્તા પ્રબળ હતી. દક્ષિણ યુરોપનું સ્વામિત્વ વેનિસના હાથમાં હતું, અને ઉત્તર યુરોપમાં આવેલી હંસ-સમાજ (Hanseatic League) સાથે તેને મિત્રાચારી હતી, એટલે આખા યુરોપને વેપાર તેના જ હાથમાં હતો એમ કહેવાને હરકત નથી. વેનિસના વેપારીઓ પિતાની પાસેનું રોકડ નાણું કદી પણ ખરચતા નહીં. તેઓ સર્વ જાતની ધાતુ, લાકડાં, કાચ વગેરેની ઈજીપ્તમાં ખપતી પુષ્કળ ચીજો પરદેશ રવાના કરતા, અને તેને બદલે એલેકઝાન્ડીઆ, એલે, બેફટ, ડમાસ્કસ વગેરે ઠેકાણેથી હિંદુસ્તાન તથા એશિઆને માલ વેચાતે લઈ યુરોપમાં લાવતા. આમ હોવાથી તેઓના દેશમાંથી રોકડ નાણું તથા સોનું રૂપું કદી પણ બહાર જતું નહી. વેનિસના રાજ્યમાં ઘણુંખરા કાયદા આ વેપારને ઉદ્દેશીને જ રચાયેલા હતા. વેપારનું ખાતું એ રાજ્યનું મુખ્ય અંગ હતું, અને વહાણે કેવી રીતે ક્યાં લઈ જવાં તથા વેપારી માલની લેવડદેવડ કેવી રીતે કરવી એ બાબત પણ ઘણું સખત નિયમો ઘડાયેલા હતા. વળી ખાનગી વેપારમાં સાહસ કરનારને અથવા કુશળતા દાખવનારને સરકારમાંથી સારી બક્ષિસ કે મદદ મળતી. ટુંકમાં વેપાર એજ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાને મુખ્ય માર્ગ છે એ સિદ્ધાંત નિશિઅનેની માફક બીજી કઈ પ્રજાએ ખરું કરી આપ્યું નહોતું. એમને લીધે જ હંસસમાજની મહત્તા વધી હતી, અને બુજીસ શહેરના વેપારીઓને પિશાક તેમનાં ભવ્ય તથા સુશોભિત મકાને તથા એશઆરામનાં સાધનો એવાં