________________ 602 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. થવા માટે બેઉનું હિત એકજ છે એમ તેઓની ખાતરી થવી જોઈએ, હિતાર્થ એક હે એ સ્વરાટ્ટાભિમાનનું એક મૂખ્ય અંગ છે. 6, મીરજાફરને ઉદ્વેગ, પ્લાસીની લડાઈથી બંગાળામાં રાજ્યકાન્તિ થતાં અંગ્રેજોની અડચણે મટી જશે એમ સર્વનું માનવું હતું, પણ તેમ બન્યું નહીં. મીરજાફર રાજ્ય કરવાને નાલાયક હતા. ભાંગ પી તે અહરનિશ સુખ ચેનમાં પડી રહે, અને શરીર ઉપર દાગીના પહેરી એશઆરામમાં નિમગ્ન રહે. એના પુત્ર મીરાને પિતાનાં કુરપણને પરાકાષ્ટાએ પહોંચાડયું હતું. આથી મીરજાફર સામા જ્યાં ત્યાં અસંતોષ અને ફરીઆદ ઉન્ન થયાં. તેની પાસે પૈસા બીલકુલ નહોતા; દરબારમાં સઘળા સરદારે નાખુશ થયા હતા. એક બાજુએ દ્રવ્યથી ભરેલાં સેંકડે વહાણે કલકત્તા તરફ હંકારતાં હતાં ત્યારે બીજી બાજુએ મીરજાફરને ખર્ચવાને પૈસા નહતા એ જોઈ ઘણું લેકેને તેનાં કૃત્ય માટે ગુસ્સો આવ્યો. તેનાં વ્હીકણપણાની હદ ન રહેવાથી કલાઈવનાં દુદુ' ને નામે સઘળા તેની મશ્કરી કરવા લાગ્યા. અગાઉ અંગ્રેજ લેકે નવાબ પાસે આજીજી કરતા આવતા હતા, પણ હવે તેઓ તેના શેઠ થઈ બેઠા હતા, અને નવાબને તેમનું મન મનાવવું પડતું હતું. વર્ષ બે વર્ષના ટુંક સમયમાં પિતાની નજર આગળ આ ફેરફાર થયેલો જોઈ સઘળાઓને મીરજાફર પ્રત્યે ઘણું મહીડ આવી. મીરજાફર જાતે પણ અગ્રેજોને ક્યાં ચાહ હ ! અનેક રીતે તેમની મગરૂરી તેડવાને તેણે પ્રયત્ન આરંભે હતો; પણ કઈ યુક્તિ ફળીભૂત ન થવાથી ફરીથી મુંગે મહાડે કલાઈવને શરણે જવાની તેને ફરજ પડી હતી. વળી એણે પિતાના આમ વર્ગના મનનું સમાધાન કરવા માટે અગાઉના ઘણાખરા કામદારોને નેકરી ઉપરથી કહાડી મુકી પિતાના સગા સંબંધીઓને તેમની જગ્યાએ દાખલ કર્યા હતા તેથી પણ તે અપ્રિય થયા હતા. ઉપલા વર્ગના લેકેની જ્યારે આવી સ્થિતિ થઈ હતી ત્યારે બીચારા હલકા વર્ગના ખેડુત વગેરે જાતિઓની કેવી અવદશા થઈ હશે તેની કલ્પના કરી શકાશે. ગાદીએ બેઠા પછી બે મહિનામાં મહા મહેનતે મીરજાફરે એક કરોડ પાંચ લાખનું પહેલું ભરણું અંગ્રેજોને કર્યું. એથી પહેલાજ હફતામાંથી સુમારે