________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 557 તથા નવાબની માગણી કબુલ કરશે, તે હજી પણ પિતાને ઉપક્રમ છોડી દઈ નવાબ પાછો જશે.' જવાબમાં કેન્સિલે જણાવ્યું કે, " કાસીમબજાર આગળ થયેલું અપમાન બસ છે. હવે પછી નવાબનું મન મનાવવાનું અમને બીલકુલ પસંદ નથી.” ખરું તે એ હતું, કે પિતે કલકત્તાને બચાવ સહેલાઈથી કરી શકશે એમ છેક મગરૂર થતો હતો. અંગ્રેજોને જે કંઈ બહીક હતી તે માત્ર નવાબના તપખાનાની હતી, કેમકે તેમાં પિર્ટુગીઝ તથા ફ્રેન્ચ લેકો હતા. તે પખાના ઉપરના આ લેકનાં મન પાદરીઓની મારફતે બગાડવાને અંગ્રેજોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થશે નહીં. અંગ્રેજો એમ માનતા હતા કે અન્ય લેકના કહેવા ઉપરથી નવાબનું મન ઉશ્કેરાઈ ગયું હતું. તેમની અને નવાબ વચ્ચે મધ્યસ્થ તરીકે સંદેશા ચલાવનારાં બેજ માણસો હતાં, એક ખ્વાજા વાજીદ તથા બીજે અમીચંદ. એ બેઉ મેટા વજનદાર વેપારીઓ હતા, અને બેઉ માટે નિષ્કારણ એઓને સંશય આવ્યો હતે. તા. 1 મીએ અંગ્રેજોએ અમીચંદને ઘેર કાજ મોકલી તેને પકડી મંગાવી કિલ્લામાં પૂર્યો તેમજ કિસનદાસ કદાચિત નાસી જાય એ વ્હીકે તેને પણ પકડી મંગાવ્યો. એ બે જણું થાકી ઝપાઝપી થતાં રક્તપાત થયા વિના શરણે આવ્યા નહીં. અમીચંદને અંગ્રેજોએ કેદમાં નાંખે એ ખ્વાજા વાજીદને પસંદ પડવું નહીં. તા. 16 મી જુને નવાબ કલકત્તે આવી પહોંચ્યું, અને અમીચંદના બાગમાં ઉતર્યો. અમીચંદ કેદ પકડાવાથી તેનાં સઘળાં માણસો અંગ્રેજો તરક નારાજ થયેલાં હેવાથી, અને તેમણે કલકત્તા વિષેની ઉપયુકત માહિતી નવાબને આપી. તા. 17 મી જુને નવાબનું સઘળું લશ્કર ત્યાં આવી પહોંચ્યું; તે જ દિવસે અંગ્રેજો પાસેથી એક હજાર મજુરે નેકરી છોડી નીકળી ગયા. વળી અંગ્રેજી લશ્કરનાં માણસનાં સ્ત્રી છોકરાઓ જેઓ અત્યાર લગી શહેર બહાર હતાં તે હવે ત્યાં કિલ્લામાં ઘુસવાથી ભારે ગડબડ થઈરહી! તા. 18 મીએ લડાઈ શરૂ થઈ તે દહાડે અંગ્રેજોની તપે નવાબની ફરજમાં ભારે ત્રાસ વર્તાવ્યો, તે પણ સંધ્યાકાળે તેમને પિતાનાં તપખાનાની જગ્યા છોડી પાછળ હઠવું પડયું. પહેલા દિવસની આ ઝપાઝપીથી અંગ્રેજોની મગરૂરી પુષ્કળ ઉતરી.