________________ 550 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. કરતાં ઉલટું રાજારામ જેવા કલકત્તામાં રહેલા નવાબના અનેક બાતમીદારને કે અટકાવમાં નાંખ્યા. સુરાજ-ઉદ-દૌલાના હાથમાં અધિકાર આવતાં જ પ્રથમ ઘસીટ બેગમની સઘળી સંપત્તિ તેણે ખેંચી લેવાથી તેને કરબ જ્યાં ત્યાં સારે બેઠે. એ પછી તેણે પિતામહના વખતના કામદારોને કહાડી મુકી તેની જગ્યાએ નવાની નિમણુક કરી, અને જે કંઈ નવી કિલ્લેબંધી કરવામાં આવી હોય તે તેડી પાડવા માટે અંગ્રેજોને તેમજ ફ્રેન્ચ લેકેને હુકમ કર્યો. આ બાબતમાં ફ્રેન્ચ લેકેએ તેને સમજાવી લીધે પણ અંગ્રેજો વિરૂધ પડ્યા. " કલકત્તાની કિલ્લેબંધી કરી છે તે તમેએ હુકમ વિરૂદ્ધ કર્યું છે, એમ કરવા અગાઉ અમારી પરવાનગી મેળવવી જોઈએ એવું સ્પષ્ટ રીતે જાહેર કરવા માટે નવાબે પિતાના વકીલને અંગ્રેજો પાસે મેક. આ વકીલનું કહેવું નહીં ગણાકારી તેમણે તેને પિતાની હદમાંથી બહાર કહા, કારણ કે કાસીમબજારની વખારના મી. વેટસે તેમને જણાવ્યું હતું કે “સુરાજ-ઉદ-દલાની નિમણુક કાયમની ન હોવાથી ઘસીટી બેગમનો પુત્ર થોડાજ વખતમાં નવાબ થવાને સંભવ છે.” | સુરાજ-ઉદ-દૌલાએ કહાડેલા હુકમને આશય એ હતો કે, “હાલમાં અંગ્રેજોનું વર્તન દુઃસહ થયું છે. કલકત્તા નજદીક નવી કિલ્લેબંધી તેઓ કરે છે છતાં તે માટે તેઓએ અમારી પરવાનગી મેળવી નહીં, તેમજ અમને તે બાબત કંઈ જણાવ્યું પણ નહીં. આ બનાવ દુર્લક્ષ કરવા જેવો નથી. કારણ એ કેવળ વેપારી છે, અને વેપારી તરીકે જ તેઓ રહે તે તેઓ અમને અનુકૂળ છે. આ દેશનું રાજ્યસુત્ર અમારા હાથમાં હોવાથી અમે એમ ફરમાવીએ છીએ કે તેમણે ઉભી કરેલી નવી કિલ્લેબંધી એકદમ પાડી નાંખવી.” આ હુકમ વેટલેજ પ્રથમ કલકત્તે જણાવ્યું, અને સાથે નવાબની ડામાડોળ સ્થિતિ જાહેર કરવાથી કોન્સિલે નવાબના વકીલનું મોટું અપમાન કરી તેને કહાડી મુક્યો, અને વેટસને લખી જણાવ્યું કે “નવાબ સાથે પત્ર વ્યવહાર રાખી આપણને કંઈ નુકસાન થાય નહીં એવી તજવીજ કરવી.' આ ઉપરથી અંગ્રેજોનું વર્તન જાણી બુજીને અકસ હતું એમ ખુલ્લું થાય છે. આ સઘળું મેં વર્ણવ્યું છે.